મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ દીકરી ન ભગાવી હોવા છતાં તપાસ કરવા આવનાર મામાની હત્યા કરનાર ચાર ભાણેજ ઝડપાયા

શંકાનું કોઈ સમાધાન હોતું નથી. શંકાના કારણે ઉભી થયેલી સમસ્યાનું સમાધાન ન આવે ને ઝઘડા પણ થતાં હોય

સુરત/ દીકરી ન ભગાવી હોવા છતાં તપાસ કરવા આવનાર મામાની હત્યા કરનાર ચાર ભાણેજ ઝડપાયા

શંકાનું કોઈ સમાધાન હોતું નથી. શંકાના કારણે ઉભી થયેલી સમસ્યાનું સમાધાન ન આવે ને ઝઘડા પણ થતાં હોય છે. આ ઝઘડામાં માણસ કોઈનો જીવ પણ લેવા માટે પાછી પાની ન કરતો હોય તેવો બનાવ સામે આવ્યો છે. સુરતના પુણા વિસ્તારમાં ગતરોજ મામાની હત્યા સગા ભાણેજે કરી હોવાનું સામે આવ્યું હતુ. સગીર દીકરી લગ્ન બાદ સાસરિયામાંથી નાસી ગઈ હતી. જેની તપાસમાં ભાણેજને ત્યાં તપાસ કરવામાં આવી હતી. પરંતુ પોતે સગીરાને ભગાવી ન હોવાની વાત કરીને ઝઘડો થયો હતો. જે લોહીયાળ બન્યો હતો. હત્યા કરનાર ચાર ભાણેજ દબોચાયા છે.

આશંકા હત્યા સુધી લઈ ગઈ

ભાવનગરના વલભીપુરના નશીપર ગામ રામપીર મંદિર પાસે રહેતા હતા, અને પશુપાલકનું કામ કરતા વિક્રમ બાબુ વાઘેલા (ઉ,વ.૨૧) એ ગતરોજ પરવત પાટીયાથી રેશ્મા રો હાઉસ ચાર રસ્તા તરફ આવતા એસએમસી પાર્કિંગની બાજુમાં આવેલા નીલગીરી પોપડામાં આવેલા ઝુપડામાં રહેતા વનરાજ માઠુ પરમાર તેના ભાઈ મુકેશ ઉર્ફે પ્રકાશ, શૈલેષ અને વિશાલ સામે ફરિયાદ નોધાવી હતી. જેમાં તેઓએ કહ્યું કે, આરોપી વિશાલ તેની સગી બહેન સોનલને તેના સાસરીથી ભગાડી ગયો હોવાની આશંકા રાખી પોતે, તેના પિતા બાબુભાઈ અને તેના મોટાકાકા મનસુખ વાઘેલા સાથે ગતરોજ સવારે સાડા અગિયાર વાગ્યાના આરસામાં તેમના ઘરે મળવા માટે ગયા હતા.

ઉશ્કેરાઈને કરી હત્યા

વિશાલને સોનલ બાબતે પૂછતા ચારેય ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતાં. બાદમાં વિક્રમ સહિત ત્રણેય જણાને લોખંડના સળિયા, પાઈપ, પથ્થર તેમજ લાકડાના ફટકાથી હુમલો કરી ઢોર માર માર્યો હતો.જેમાં તેના કાકા મનસુખ જસમત વાઘેલાનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં પુણાગામ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓ વનરાજ ઉર્ફે વનરો માઠુ છગન પરમાર,મુકેશ ઉર્ફે પ્રકાશ માઠું પરમાર, શૈલેષ ઉર્ફે હાદા માઠું પરમાર અને એક સગીરની ગઈ કાલે સાંજે ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.  

અમાઉ મામાની દીકરીને ભગાવી હતી

અગાઉ વિશાલ મામાની દીકરીને ભગાવી ગયો હતો. મામા દ્વારા તેમની દીકરીના લગ્ન અન્ય જગ્યાએ કરી નાખ્યા હતાં. દીકરીને ભાણેજ ફરી ભગાવી ગયો હોવાની મામાને શંકા ગઈ હતી. વિશાલ ભગાવી નહોતો ગયો આ વાતે મામા તેમના ભાણેજને સમજાવતા હતાં. આ દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો. ગુસ્સામાં ચાર ભાણેજ દ્વારા બે મામા અને મામાના દીકરા પર હુમલો કરાયો હતો. એક મામાનું ઘટના ઘટના સ્થળે મોત જ્યારે અન્ય ગંભીર ઈજા થઈ હતી. 

આ સમાચાર શેર કરો