સુરત/ તાંત્રિક વિધીના નામે 15.51 લાખ પડાવી લેનાર ઝડપાયો, ઘરમાંથી સોનું કાઢવાની આપી હતી લાલચ
સુરતમાં સોશિયલ મીડિયા ફેસબુક ઉપર “તાંત્રિક શક્તિઓ દ્વારા હર મુ

સુરતમાં સોશિયલ મીડિયા ફેસબુક ઉપર “તાંત્રિક શક્તિઓ દ્વારા હર મુશ્કેલ સમસ્યાઓ કા સમાધાન” ની જાહેરાતના આધારે છેતરપિંડી આચરવામાં આવી હતી. સમસ્યાઓનું નિરાકરણ કરી આપવા તથા ઘરમાં ખુબ જ સોનું રહેલ હોવાનું જણાવી અલગ અલગ વિધી કરવાના બહાને ફરીયાદી પાસેથી રૂ.૧૫,૫૧,૧૧૦/- પડાવી લઇ છેતરપીંડી કરનાર આરોપીઓને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
આરોપીઓએ ઓક્ટોબર-૨૦૨૨ થી તા.૧૮/૦૫/૨૦૨૩ દરમ્યાન અલગ અલગ મોબાઇલ નંબર ઉપરથી વાત કરનાર ઇસમોએ તથા બેંક એકાઉન્ટ ધારકોએ પૂર્વ આયોજીત કાવતરૂ રચ્યું હતું. ફેસબુક ઉપર “તાંત્રિક શક્તિઓ દ્વારા હર મુશ્કેલ સમસ્યાઓ કા સમાધાન” ની જાહેરાત મુકી હતી. તેમાં જણાવેલ મોબાઇલ નંબર ઉપર ફરીયાદીએ સંપર્ક કરતા સમસ્યાઓનું નિરાકરણ કરી આપવાનું કહ્યું હતું. સાથે ફરીયાદીના ઘરમાં ખુબ જ મોટા પ્રમાણમાં સોનું તથા ખરાબ આત્માઓનો વાસ રહેલો હોવાનું જણાવ્યું હતું. જેની અલગ અલગ વિધી કરવાના જણાવી તેઓના જણાવ્યા મુજબ ફરીયાદીએ અલગ અલગ UPI ID માં રૂપીયા ટ્રાન્સફર કર્યાં હતાં. તથા સોનાના દાગીના તથા રોકડા રૂપીયા સાથે કુલ્લે રૂ.૧૫,૫૧,૧૧૦/- આપી દીધા હતાં.
છતાં પણ આરોપીઓ સુરત ખાતે આવી ઘરમાં રહેલ સોનું કાઢવા માટેની વિધી કરવાનું જણાવી ખોટા ખોટા વાયદાઓ કરતાં હતાં. એક વખત સુરત ખાતે આવી પોતાના મળતિયાઓ સાથે ફરીયાદીને ભરમાવી તેઓના ઘરમાં ધાર્મિક વિધી કરવાનો ડોળ કરી ભરમાવીને ફરીયાદી પાસેથી ટુકડે ટુકડે ઓનલાઇન રૂપીયા ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરી ગુન્હો આચર્યો હતો.
પોલીસ તપાસ દરમ્યાન ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ- (૧) મુનેશકુમાર વિશ્વનાથ ભાર્ગવ ઉ.વ.૪૩ ધંધો-જ્યોતીષ રહે.વોર્ડ નં.૧૪, રાજકીય સંસ્કૃત સ્કુલની પાસે, મીના બજાર, થાના-રતન નગર, જી.ચુરુ (રાજસ્થાન) (૨) મનોજ ઓમપ્રકાશ ભાર્ગવ ઉ.વ.૪૦ ધંધો-મજુરી રહે. માલીયોનો મહોલ્લો, વોર્ડ નં.૨. ગામ-થેલાસર, પોસ્ટ-રતન નગર જી.ચુરુ (રાજસ્થાન)નાઓને રાજસ્થાન ખાતેથી ઝડપી લીધા હતાં. ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.






