મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત: માતાએ મોબાઈલ મામલે ઠપકો આપતા દીકરીને લાગ્યું માઠું, આત્મહત્યા કરીને ટૂંકાવ્યું જીવન

આજના સમયમાં નાની વાતમાં માઠું લાગવાથી લોકો પોતાના જીવનને ટૂંકાવી નાખે છે. જે સભ્ય સમાજ મ

સુરત: માતાએ મોબાઈલ મામલે ઠપકો આપતા દીકરીને લાગ્યું માઠું,  આત્મહત્યા કરીને ટૂંકાવ્યું જીવન

આજના સમયમાં નાની વાતમાં માઠું લાગવાથી લોકો પોતાના જીવનને ટૂંકાવી નાખે છે. જે સભ્ય સમાજ માટે ચિંતાજનક છે. ત્યારે આવીજ એક દુ:ખદ ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતમાં મોબાઈલના ઠપકાએ  કિશોરીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. મળતા અહેવાલ પ્રમાણે  સુરતમાં મોબાઈલ બાબતે ઠપકો આપતાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને માઠું લાગ્યું હતું. વિદ્યાર્થિનીએ માઠું લાગતા  આપઘાત કરી લીધો હતો.

વિદ્યાર્થિનીએ માઠું લાગતા  આપઘાત કરી લીધો

પાંડેસરામાં આવેલી આવિર્ભાવ સોસાયટીમાં વર્ષા નીસાદ નામની વિદ્યાર્થીનીને મોબાઇલની લત લાગી જતા તે સતત મોબાઇલમાં રહેતી હતીજે બાદ માતાએ વિદ્યાર્થીની પાસેથી મોબાઇલ છીનવી વધુ મોબાઈલ નહીં ચલાવવા ઠપકો આપ્યો હતો.

આ પણ વાંચો: ગાંધીનગર: શહેર અને જીલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, 23 લોકોએ નોંધાવી દાવેદારી

માતાએ મોબાઈલ બાબતે આપ્યો હતો ઠપકો

માતાની વાતનું માઠું લાગી આવતા વિદ્યાર્થિનીએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. કિશોરીનું અકાળે મોત નિપજતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે.સમગ્ર મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે આત્મહત્યા મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે, કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. 

આ સમાચાર શેર કરો