સુરત: કામરેજના મોરથાના ગામે કારે બાળકને કચડી નાખ્યો, અકસ્માત સર્જી કાર ચાલક ફરાર
સુરતના કામરેજના મોરથાના ગામે કાર અડફેટે ચાર મહિનાના બાળકનું મોત નિપજ્યું છે. ગામની સીમમાં શ્રમજીવી

સુરતના કામરેજના મોરથાના ગામે કાર અડફેટે ચાર મહિનાના બાળકનું મોત નિપજ્યું છે. ગામની સીમમાં શ્રમજીવી પરિવાર શેરડી કાપી રહ્યો હતો તે દરમિયાન તેઓએ પોતાના બાળકને રોડની સાઈડમાં એક ફાર્મની દીવાલ પાસે સુવડાવ્યો હતો.
કાર ચાલકે વળાંક લેતી વખતે બાળકને લીધો અડફેટે
કાર ચાલકે વળાંક લેતી વેળાએ બાળકને અડફેટે લીધો હતો..અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ પર કાર મૂકી ભાગી ગયો હતો.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરના નટવરગઢના યુવાનની હત્યાનો મામલો: 16 વર્ષના ભત્રીજાએ જ કાકા અને ભાઈ પર કર્યો હતો હુમલો
હાજર તબીબે મૃત જાહેર કર્યો
આ ઘટનામાં બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો.સમગ્ર મામલે કામરેજ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






