મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat/ BRTS બસ અધવચ્ચે ઉભી ન રાખતા મહિલા પેસેન્જરે ડ્રાઇવર પર કર્યો હુમલો, માથું ફોડી નાખ્યું

સુરત શહેરની શાન ગણાતી BRTS બસ સેવામાં એક મહિલા મુસાફરની ભયાનક દાદાગીરી સામે આવી છે. બસ અધવ

સુરત શહેરની શાન ગણાતી BRTS બસ સેવામાં એક મહિલા મુસાફરની ભયાનક દાદાગીરી સામે આવી છે. બસ અધવચ્ચે ઉભી રાખવાની ના પાડતા ઉશ્કેરાયેલી મહિલાએ બસના ડ્રાઇવર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના બસમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, વાય-જંકશનથી સુરત સ્ટેશન જઈ રહેલી BRTS બસમાં એક મહિલા સવાર હતી. વાય-જંકશનથી બસ નીકળ્યા બાદ મહિલાએ ડ્રાઇવરને કોઈ પણ સ્ટોપ વગર અધવચ્ચે બસ ઉભી રાખવા દબાણ કર્યું હતું. ડ્રાઇવરે નિયમ મુજબ જણાવ્યું કે "આગળ સ્ટોપ નથી, તેથી બસ ઉભી રહી શકે નહીં." આ સાંભળતા જ મહિલા ગુસ્સે ભરાઈ હતી.

કોલર પકડી માથામાં મોબાઈલ ઝીંકી દીધો

બસ જ્યારે જે.એચ. અંબાણી સ્કૂલ પાસેના સ્ટોપ પર પહોંચી, ત્યારે મહિલા નીચે ઉતરવાને બદલે ડ્રાઇવરની કેબિનમાં ઘસી ગઈ હતી. મહિલાએ ડ્રાઇવરનો કોલર પકડી બિભત્સ ગાળાગાળી કરી હતી અને પોતાના હાથમાં રહેલા મોબાઈલ વડે ડ્રાઇવરના માથા પર જોરદાર પ્રહાર કર્યો હતો. હુમલાને કારણે ડ્રાઇવરને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું.

CCTVમાં કેદ થઈ દાદાગીરી

આ હિંસક હુમલાના દ્રશ્યો બસના સીસીટીવીમાં કેદ થયા છે, જેમાં મહિલાની શરમજનક દાદાગીરી સ્પષ્ટ દેખાય છે. ભોગ બનનાર ડ્રાઇવરે આ મામલે મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરશે.

આ સમાચાર શેર કરો