Surat news: અંગત અદાવતમાં યુવક પર કરાયું ફાયરિંગ, હત્યાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ
સુરતના ગોડાદરા વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ચકચાર મચી ગઈ હતી. અંગત અદાવતના કારણે એક યુવક પર ગોળીબ

સુરતના ગોડાદરા વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ચકચાર મચી ગઈ હતી. અંગત અદાવતના કારણે એક યુવક પર ગોળીબાર કરી તેની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અગાઉ થયેલી હત્યાની અદાવત રાખીને આરોપીએ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં ગોડાદરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. ફાયરિંગમાં ઘાયલ થયેલા યુવકના શરીરમાંથી ગોળી સફળતાપૂર્વક કાઢવામાં આવી છે અને હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ગોડાદરા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.




