મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત ભાજપના નેતાઓને UPની જવાબદારી, 100થી વધુ નેતા-કાર્યકરો કરશે પ્રચાર

સુરતમાં દેશભરના લોકો વસવાટ કરે છે. ત્યારે ગુજરાતની ચૂંટણીનો થાક ઉતારીને સુરતમાં વસતા ઉત્

સુરત ભાજપના નેતાઓને UPની જવાબદારી, 100થી વધુ નેતા-કાર્યકરો કરશે પ્રચાર

સુરતમાં દેશભરના લોકો વસવાટ કરે છે. ત્યારે ગુજરાતની ચૂંટણીનો થાક ઉતારીને સુરતમાં વસતા ઉત્તરપ્રદેશના નેતાઓ અને કાર્યકરો નવી ઈનિંગ માટે રવાના થયા છે. ઉત્તરપ્રદેશની જોનપુર અને મછલીશહર લોકસભા બેઠક પર ભાજપનો પ્રચાર કરવા માટે 25 જેટલી કારના કાફલા સાથે કાર્યકરો-નેતાઓ રવાના થયા છે. ઉત્તર પ્રદેશમાં ખરાખરીનો જંગ શરૂ થયો છે. દેશનું સૌથી મોટું રાજ્ય હોવાને કારણે અહીં સૌથી વધુ લોકસભા બેઠકો છે. ગત વખતની ચૂંટણીની જેમ જ આ વખતે પણ લોકસભામાં પરિણામ ભાજપ તરફેણમાં આવે તેના માટે સંગઠનાત્મક રીતે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. 

કેન્દ્રમાં સરકાર બનાવવાનો રસ્તો યુપીથી નીકળે

કેન્દ્રમાં જે પક્ષ કે સંગઠનની સરકાર બનાવવાની હોય તે પક્ષ કે સંગઠને ઉત્તરપ્રદેશને જીવતું રહેતું હોય છે. સૌથી વધુ બેઠક ધરાવતા ઉત્તરપ્રદેશની વધુમાં વધુ સીટ મેળવવા માટે તમામ પક્ષ એડિચોટીનું જોર લગાવતાં હોય છે. ત્યારે ભાજપ દ્વારા માઈક્રોપ્લાનિંગ કરીને આ વખતે પણ યુપીમાં પોતાનો હોલ્ટ ધરાવનારા ગુજરાતના નેતાઓને મેદાને ઉતાર્યા છે. ત્યારે સુરતમાં વસવાટ કરતાં નેતાઓ અને કાર્યકરોને પણ ચૂંટણીના પ્રચાર માટે યુપી રવાના કરવામાં આવ્યાં છે.

વિકાસની વાત કરાશે

સુરતમાં વસવાટ કરતાં ભાજપ નેતા યજુવેન્દ્ર દુબેએ કહ્યું કે, અલગ અલગ લોકસભા બેઠક પ્રમાણે વાહનો અહીંથી પ્રસ્થાન કરી રહ્યાં છે. ગત ચૂંટણીમાં પણ ગુજરાતમાં થઈ રહેલા વિકાસ અને મોદી મોડલને લઈને ઉત્તર પ્રદેશમાં ખૂબ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. તેનું સારું પરિણામ પણ જોવા મળ્યું હતું. સુરતના ઉધના, પાંડેસરા, ગોડાદરા, પર્વત પાટિયા જેવા વિસ્તારમાં યુપીવાસીઓની સંખ્યા લાખોમાં છે. ઉત્તર પ્રદેશમાં અલગ અલગ તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે લોકસભા બેઠકો મુજબ રણનીતિ નક્કી કરવામાં આવી રહી છે. અહિંના મુદ્દા પણ ત્યાં રજૂ કરવામાં આવશે. વિકાસની વાત કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો