સુરત: પહેલા મોબાઈલથી વેપારી પાસેથી કરોડોના હીરા ખરીદ્યા પછી પેમેન્ટ ન કર્યું, હવે આ ચાર ઓરોપી ઝડપાયા
સુરત એ હીરા ઉદ્યોગની શાન છે. દુનિયાભરથી સુરતમાં હીરાન

સુરત એ હીરા ઉદ્યોગની શાન છે. દુનિયાભરથી સુરતમાં હીરાની ખરીદી કરવામાં આવે છે, ત્યારે સુરતમાં એક હીરાના વેપારી સાથે છેતરપિંડી થઈ હતી. આ વેપારી પાસેથી વર્ચ્યુઅલ મોબાઈલનો ઉપયોગ કરી ચાર લોકોએ હીરાની ખરીદી કરી હતી. પછી તેઓ પેમેન્ટ ન ચૂકવી ગાયબ થયા હતા. હવે આ ચાર લોકો ઝડપાયા છે.
આ છે આરોપીના નામ
ઇકોનોમિક સેલ દ્વારા આ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના નામ નિકુંજ આંબલીયા, અનુજ શાહ, ચેતન સાગર અને મિતુલ ગોટી છે.
24 કલાકમાં 6 ડાયમંડ રિકવર કરાયા
પોલીસ દ્વારા આરોપીઓ પકડાયાના 24 કલાકમાં 6 ડાયમંડ રિકવર કરવામાં આવ્યા હતા. આ ડાયમંડની કિંમત 4.05 કરોડ રૂપયા હોવાનું સામે આવ્યું છે. આ તમામ ડાયમંડનું GIA સર્ટિફિકેટશન પણ કરવામાં આવ્યું છે.
આ રીતે કરી વેપારી સાથે છેતરપિંડી
આ ઈસમોએ સાથે મળીને સુરતના હીરા વેપારીઓ સાથે 4.80 કરોડની છેતરપિંડી કરી હતી. આ ઈસમો એ વર્ચ્યુઅલ નંબરથી ફોન કરી પોતાનું નામ આર્સન ઈસાકો જણાવ્યું હતું. આ ઈસમોએ સંજય ગોટી ઉપરાંત હર્ષિત મહેતા, વિનય કેડિયા, રાહીલ મહેતા જગદીશ તળાવિયા અને અશોક ગજેરા સાથે પણ છેતરપિંડી કરી હતી.
આ ઈસમો રેપનેટ એપ્લિકેશન ઉપર અલગ અલગ વેપારીઓએ વેચાણ માટે મુકેલા હીરાની ઇન્કવાયરી કરતા. ત્યારબાદ સાત દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવાનું કહી વેપારીઓ પાસેથી દુબઈ અને હોંગકોંગના બાયર બની હીરા ખરીદતા હતા. વેપારીઓને વિશ્વાસમાં લેવા eximpedia નામની વેબસાઈટ પરથી અમેરિકન કંપનીના કર્મચારીના ફોટો ડાઉનલોડ કરતા. ત્યારબાદ વિદેશી કંપનીઓના નામે વર્ચ્યુઅલ નંબરથી ફોન કરી હીરા વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હતા.
દેવું થઈ જતા આ ફ્રોડનું કાવતરું રચ્યું
આ તમામ ઈસમો પર દેવું થઈ જતા તેમણે આ ફ્રોડનું કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ કોરોનાથી અલગ અલગ ધંધા સાથે જોડાયેલા હતા. આ તમામને અલગ અલગ ધંધામાં લોસ થયો હતો. ડાયમંડના ઉદ્યોગ સાથે જોડાયેલા આ લોકોના પરિવારના દાગીના ગીરવે મુકાયા હતા. અનુજ તેમજ ચેતને અન્ય એક વ્યક્તિ સાથે મળીને દેવું ચૂકવવા આ પ્લાન બનાવ્યો હતો.







