મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના પુણા વિસ્તારમાં થયો હતો સિલિન્ડર બ્લાસ્ટ, પતરા અને દીવાલ ધસી પડી

સુરતના પુણા વિસ્તારમાં ગઈકાલે ગેસ બ્લાસ્ટની ઘટના સર્જાઈ, જેનો લાઈવ વિડિયો સામે આવ્યો છે. પુણા વિસ્ત

સુરતના પુણા વિસ્તારમાં ગઈકાલે ગેસ બ્લાસ્ટની ઘટના સર્જાઈ, જેનો લાઈવ વિડિયો સામે આવ્યો છે. પુણા વિસ્તારમાં આવેલી વિક્રમ નગર સોસાયટીમાં ત્રીજા માળે આવેલા એક રૂમમાં ગેસ લિકેજથી વિસ્ફોટ થયો હતો.

 રૂમની ઉપરના પતરા અને દીવાલ ધસી પડી

બ્લાસ્ટના કારણે રૂમની ઉપરના પતરા અને દીવાલો ધસી પડી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગના જવાનો સ્થળ પર પહોંચી ગયા હતા. જોકે, જ્યારે ફાયર જવાનો રાહત કામગીરી કરી રહ્યા હતા ત્યારે અચાનક ફરી એક સિલિન્ડર બ્લાસ્ટ થયો.જેમા બે ફાયરના જવાનો ઈજાગ્રસ્ત થયા છે. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  

આ સમાચાર શેર કરો