મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BZ કૌભાંડ: ભૂપેન્દ્ર ઝાલા સહિત 6 આરોપીઓ સામે પુરવણી ચાર્જશીટ દાખલ, 178 કરોડથી વધુ કૌભાંડનો આંકડો સામે આવ્યો

ગુજરાતના ચર્ચિત BZ ગ્રુપના કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત 6 આ

BZ કૌભાંડ: ભૂપેન્દ્ર ઝાલા સહિત 6 આરોપીઓ સામે પુરવણી ચાર્જશીટ દાખલ, 178 કરોડથી વધુ કૌભાંડનો આંકડો સામે આવ્યો

ગુજરાતના ચર્ચિત BZ ગ્રુપના કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત 6 આરોપીઓ સામે પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં કૌભાંડનો આંકડો 178 કરોડથી વધુનો સામે આવ્યો છે. સમગ્ર કેસની તપાસ બાદ 23 હજારથી વધુ પાનાની ચાર્જશીટ ગ્રામ્ય સેશન્સ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવી છે.

BZ ગ્રુપ કૌભાંડ શું છે?

ગુજરાતમાં BZ ગ્રુપ કૌભાંડ એક મોટું નાણાકીય કૌભાંડ છે જેમાં BZ ફાઇનાન્સિયલ સર્વિસિસ અને BZ ગ્રુપ નામની કંપનીઓએ લોકોને બેંકો કરતાં વધુ વ્યાજ (લગભગ 7% માસિક અથવા 84% વાર્ષિક) અને ઊંચું રિટર્ન આપવાની લાલચ આપીને રોકાણ કરાવ્યું હતું. આ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા છે, જે BZ ગ્રુપનો CEO હતો. આ કંપનીએ એક પોન્ઝી સ્કીમ ચલાવી, જેમાં નવા રોકાણકારોના પૈસામાંથી જૂના રોકાણકારોને વ્યાજ ચૂકવવામાં આવતું હતું.

શરૂઆતમાં આ કૌભાંડનું કદ 6,000 કરોડ રૂપિયાનું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ તપાસ બાદ CID ક્રાઇમે જણાવ્યું કે ખરેખર આ રકમ લગભગ 422-450 કરોડ રૂપિયાની છે. આ રકમ 11,232 રોકાણકારો પાસેથી એકત્ર કરવામાં આવી હતી.

BZ ગ્રુપના રોકાણકારોને આપવામાં આવતી હતી વિવિધ લાલચ

  • 5 લાખનું રોકાણ કરનારને 32 ઇંચનું ટીવી અથવા મોબાઇલ ગિફ્ટમાં
  • 10 લાખનું રોકાણ કરનારને ગોવાની ટ્રિપ.
  • 20 લાખનું રોકાણ કરનારને વિદેશ ટ્રિપ.
  • એજન્ટોને 1% કમિશન અને લક્ઝરી કાર (જેમ કે ઓડી, ફોર્ચ્યુનર) આપવામાં આવતી.

BZ ગ્રુપે ગુજરાત અને રાજસ્થાનમાં 17 શાખાઓ ખોલી હતી જેમાં પ્રાંતિજ, હિંમતનગર, વિજાપુર, પાલનપુર, રાયગઢ, ભિલોડા, ખેડબ્રહ્મા, ગાંધીનગર, રણાસણ, મોડાસા, માલપુર, લુણાવાડા, ગોધરા, બાયડ, વડોદરા, ડુંગરપુર (રાજસ્થાન), અને રાજુલા (અમરેલી)નો સમાવેશ થાય છે. આ શાખાઓ દ્વારા 3,000થી વધુ એજન્ટોનું નેટવર્ક બનાવવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો