મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગાંધીનગર: દુર્ગંધવાળું પાણી ખુલ્લામાં છોડાતાં રોગચાળાનો ભય, અદાણી શાંતિગ્રામના લોકો ગંદકીમાં રહેવા મજબુર

ગાંધીનગર-અમદાવાદ સરહદ પર આવેલા શાંતિગ્રામની પાંચ સોસાયટીમાં ગુડાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કારણે સમ

ગાંધીનગર: દુર્ગંધવાળું પાણી ખુલ્લામાં છોડાતાં રોગચાળાનો ભય, અદાણી શાંતિગ્રામના લોકો ગંદકીમાં રહેવા મજબુર

ગાંધીનગર-અમદાવાદ સરહદ પર આવેલા શાંતિગ્રામની પાંચ સોસાયટીમાં ગુડાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાય છે. આ ઉપરાંત ડેન્ગ્યુ જેવી બિમારીઓ પણ ઝડપથી ફેલાઈ રહી હોવાનો સ્થાનિક રહીશો દાવો કરી રહ્યા છે. આ સોસાયટીઓની નજીક જ ગુડાનો એક જૂનો અને એક નવો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. જો કે, આ સોસાયટીઓમાં અમુક બ્લોક જાસપુર ગ્રામ પંચાયત તો અમુક બ્લોક દંતાલી ગ્રામ પંચાયત હેઠળ આવે છે.

અદાણી શાંતિગ્રામની પાંચ સોસાયટીમાં બીમારી ફેલાવાનો ભય

 અદાણી શાંતિગ્રામની વોટરલીલી સોસાયટીના સેક્રેટરીએ જણાવ્યું કે 'આ મુદ્દે સોસાયટીઓ દ્વારા ઓથોરિટીને જાણ કરાઈ હતી. પછી એક ટીમ અહીં મુલાકાત લેવા આવી અને અમને કહ્યું કે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કાર્યવાહી હાઈટેક કરાશે. પછી આ સમસ્યા દૂર થઈ જશે. જો કે, આ સોસાયટી પાછળ એક જૂનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ છે.

પહેલા એ પ્લાન્ટ બંધ કરી નવો પ્લાન્ટ ચાલુ કરવાની વાત હતી. પરંતુ હવે તો જૂનો પણ ચાલુ છે. આમ અહીં બે પ્લાન્ટ છે. આખા ગાંધીનગરનું પાણી આ પ્લાન્ટમાં આવે છે અને આ પાણી રિચાર્જ કરવાની કોઈ પણ સુવિધા ન હોવાને કારણે બાજુના ખુલ્લા ખેતરો અને પડતર જગ્યામાં તેનું પાણી છોડી દેવાય છે. આ પાણી સોસાયટીઓ સુધી આવી જાય છે. આ કારણસર ભયાનક દુર્ગંધની સાથે મચ્છરને પણ ભારે ઉપદ્રવ થાય છે.'

 ગંદા પાણીની દુર્ગંધ અને જીવજંતુઓનો ઉપદ્રવ'

અન્ય એક રહીશ જણાવ્યું હતું કે,'અમે અહીં મકાન ખરીદવા આવ્યા ત્યારે અમને જણાવાયું હતું કે, અહીં પાછળ ફોરેસ્ટ રિઝર્વ છે. ત્યાં હરણ અને નીલગાય જેવા પ્રાણીઓ જોવા મળશે, પરંતુ અત્યારે સ્થિતિ વિપરિત છે. અહીં તો ગંદા પાણીની દુર્ગંધ અને જીવજંતુઓનો ઉપદ્રવ જ છે.'

સ્વચ્છ શહેરનું સર્વેક્ષણ શરૂ થાય એટલે એમાં વિજયી બનવા માટે મહાપાલિકાઓમાં સ્પર્ધા શરૂ થાય છે. દુકાનને બહાર કચરો કે ગંદકી મળી આવે તે પાલિકા દુકાનદાર પાસેથી દેશ વસૂલે છે. પરંતુ પ્રાથમિક સગવડ આપવા બંધાયેલી સંસ્થા પોતે જ ગંદકી કરે, સૂઝનું પાણી રસ્તા ઉપર ખુલ્લું છોડી દે, પ્રજાના આરોગ્ય સામે ખતરો ઊભો થાય તો જવાબદાર કોણ? એસજી હાઈવે ઉપર, રાજ્યના પાટનગરથી મિનિટના અંતરે આવેલી શાંતિગ્રામ પાસે સુએઝના પાણીને તળાવ રચાયા છે અને તંત્ર ઊઘી રહ્યું છે.

આ સમાચાર શેર કરો