સ્મીમેરમાં ડોક્ટર-થાઈ ગર્લના રંગરેલિયાનો CCTV વગરનો અધૂરો રિપોર્ટ સબમિટ, ડીનનો ઉધડો લેવાયો
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટર અને થાઈ ગર્લના રંગરેલિયાનો વિવા

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટર અને થાઈ ગર્લના રંગરેલિયાનો વિવાદ શમવાનું નામ નથી લેતો. મંગળવારે રિપોર્ટ સબમિટ કરવાનો હતો. પરંતુ સીસીટીવી સહિતના પૂરાવા રજૂ કર્યા વગર અધૂરો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો. જેથી આ રિપોર્ટને માન્ય ન ગણીને ડીનનો ઉધડો લેવાયો હતો. સાથે જ રિપોર્ટ માટે વધુ સમય આપીને સંપૂર્ણ પૂરાવા સાથે રિપોર્ટ સબમિટ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ માટે વધુ સમય લાગી શકે
રેસિડેન્ટ ડોકટરના થાઇ ગર્લ સાથેના રંગરેલિયા કાંડમાં 5 સભ્યોની નિમાયેલી તપાસ કમિટીએ ઉતાવળે રિપોર્ટ સબમિટ કર્યો હતો. પણ તપાસ રિપોર્ટમાં કેટલીક ત્રુટીઓ રહી ગઇ હતી. જેથી તે મુદ્દાઓ સામેલ કરીને નવેસરથી રિપોર્ટ સબમીટ કરવા આદેશ અપાયો હોવાની માહિતી મળી છે. જેને પગલે તપાસ પૂર્ણ થતાં હજુ એક-બે દિવસનો સમય લાગી શકે એમ છે.
ડીનનો ઉધડો લેવાયો
રંગરેલિયામાં જવાબદાર ડો. ઋત્વિક દરજી સામે કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં તો તેની સામે સખત કાર્યવાહી થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. જો કે, તેની સામે શું કાર્યવાહી કરવામાં આવશે તેના પર સૌ કોઇની નજર રહેશે. આ ઘટનામાં સ્મીમેર હોસ્પિટલના ડીન ડો. દીપક હોવલે, વોર્ડન તેમજ રેક્ટરને નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં ડીને નોટિસનો જવાબ બીજા દિવસે રજૂ કર્યો હતો. જો કે જવાબ સંતોષકારક ન હોવાથી ડીનનો પણ ઉધડો લેવામાં આવ્યો હતો.






