મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્ય કક્ષાની સાયકલિંગ ચેમ્પિયનશિપમાં સુરતના વિદ્યાર્થીઓએ માર્યા મેદાન, બે કેટેગરીમાં મેળવ્યા ગોલ્ડ મેડલ

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ટ્રેક સાયકલિંગ બેહન

રાજ્ય કક્ષાની સાયકલિંગ ચેમ્પિયનશિપમાં સુરતના વિદ્યાર્થીઓએ માર્યા મેદાન, બે કેટેગરીમાં મેળવ્યા ગોલ્ડ મેડલ

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ટ્રેક સાયકલિંગ બેહનો અને ભાઈઓ માટે સુરત શહેર ખાતે આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની ગુજરાતી માધ્યમની ધોરણ-૮માં અભ્યાસ કરતી વસાવા મૈત્રી બહાદુરસિંહભાઈએ આ સ્પર્ધાની અંદર રાજ્ય કક્ષાએ બેહનોની ટ્રેક સાયકલિંગ કેટેગરીમાં અને રોડ સાયકલિંગ કેટેગરીની ચેમ્પિયનશિપમાં એમ બન્નેમાં પ્રથમ ક્રમ એટલેકે સુવર્ણ પદક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કરેલ છે તેમજ આવનાર ખૂબજ નજીકનાં સમયમાં નીચે મુજબ રાષ્ટ્રીય કક્ષાએ ખાતે ભાગ લેશે.

આ પણ વાંચોઃસુરતમાં સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ દ્વારા યોજાશે સમૂહ લગ્ન, 15 યુગલો પાડશે પ્રભુતામાં પગલાં

અલગ અલગ જગ્યાએ યોજાઈ સ્પર્ધા

સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા રોડ સાયકલિંગ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે તારીખ ૦૧/૧૨/૨૦૨૪ થી ૦૭/૧૨/૨૦૨૪ દરમ્યાન ઓડિસા ખાતે તથા ⁠એસ.જી.એફ.આઈ રોડ સાયકલિંગ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે તારીખ ૦૯/૧૨/૨૦૨૪ થી ૧૨/૧૨/૨૦૨૪ દરમ્યાન બિહાર-પટના ખાતે અને એસ.જી.એફ.આઈ  ટ્રેક સાયકલિંગ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે ઝારખંડ રાંચી ખાતે મેદાન માર્યું હતું.

વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા

વિદ્યાર્થીઓની સિદ્ધિનો શ્રેય શાળાનાં ટ્રસ્ટી ગણ, કેમ્પસ ડાયરેકટર, આચાર્ય, શાળાનાં સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર તેમજ શાળાનાં શારીરિક શિક્ષણનાં શિક્ષક જયેશ ચૌધરીને વિદ્યાર્થીઓએ આપ્યો હતો. પસંદગી પામેલ વિદ્યાર્થીનીને  પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમજ તેને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. 

આ સમાચાર શેર કરો