મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

CBSEના પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી કહ્યું-આકરી મહેનતનો કોઈ વિકલ્પ નથી

સીબીએસઈ બોર્ડ દ્વારા લેવાયેલી પરિક્ષાના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં સુરતના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળ

CBSEના પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી કહ્યું-આકરી મહેનતનો કોઈ વિકલ્પ નથી

સીબીએસઈ બોર્ડ દ્વારા લેવાયેલી પરિક્ષાના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં સુરતના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે. સફળતા મેળવનારા તમામ વિદ્યાર્થીઓને શાળા,વાલીઓ અને શિક્ષકગણ દ્વારા શુભકામના પાઠવવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓએ કહ્યું કે, રોજે રોજની આકરી મહેનતનું આ પરિણામ છે. 

રેડિયન્ટના સ્ટાર ચમક્યાં

ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ચાલુ વર્ષે માર્ચ 2024 માં યોજાયેલ EXAM કુલ 154 જેટલા વિદ્યાર્થીઓ પરિક્ષા આપી હતી. જેમાંથી કુલ 10 વિદ્યાર્થીઓ 90 % + સ્કોર કર્યો હતો. તેમજ 15 થી વધુ વિદ્યાર્થીઓએ 85 % + સ્કોર કર્યો હતો. સ્કૂલ નું ૧૦૦ % પરિણામ આવ્યું છે. જેમા 96 વિધાર્થીઓ એ 70% + કરતાં વધારે માર્ક્સ લાવેલા છે. પાર્થ જૈન  ૯4.80% સાથે પ્રથમ ક્રમે, સમય પટેલ  94.20%  સાથે દ્વિતીય ક્રમ
અને શિખર સિંઘાનીયા  93.8%  સાથે તૃતીય ક્રમે રહ્યો છે. સફળતાના સહભાગીઓને શાળાના ટ્રસ્ટીગણ અને વાઇસ પ્રેસિડેંટ જિગ્નેશભાઇ માંગુકિયા અભિનંદન પાઠવ્યા હતા.

એલપી સવાણીનું ઝળહળતું પરિણામ

એલ.પી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવ્યું છે. ધો. ૧૨નું રિજલ્ટ  A1-ગ્રેડમાં 24 વિદ્યાર્થીઓ,  A2 -ગ્રેડમાં  35 વિદ્યાર્થીઓ, B1- ગ્રેડમાં  61 વિદ્યાર્થીઓ અને B2-ગ્રેડમાં  58 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.શાળાના ચેરમેન માવજીભાઈ સવાણી, વાઈસ ચેરમેન ડૉ.ધર્મેન્દ્ર સવાણી ,શાળાના આચાર્ય  તેમજ દરેક શિક્ષક મિત્રો તથા સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓએ મેળવેલી સફળતા માટે અને વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી છે.

પીપી સવાણીનું ઉત્કૃષ્ટ પરિણામ

પીપી સવાણી જૂથે ધોરણ 10 સીબીએસઈના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શનની ઉજવણી કરી હતી. સાન્વી ઝવેરીએ 96.8%, કાવ્યા હેલૈયા અને વૈભવ અગ્રવાલ, બંનેએ 96.4%, મીત અંકોલીયા અને પ્રાચી લાઠીયાએ 96%, આયુ ઉસદડિયાએ 95.6% અને કિર્તન મહેતા અને રિતિકા ઘોષે બંનેએ 95.4% મેળવ્યા છે. કુલ 55 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 179 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં છે. વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા 2024માં તેમની નોંધપાત્ર સિદ્ધિઓ બદલ ટ્રસ્ટી, આચાર્ય સહિતનાએ અભિનંદન પાઠવ્યા હતાં..

આ સમાચાર શેર કરો