જૂનાગઢમાં પોલીસ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીનું રહસ્યમયી રીતે મોત
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા જાય છે. એમાં પણ ખાસકરીને નાની ઉંમરના યુવ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા જાય છે. એમાં પણ ખાસકરીને નાની ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધતું જતું જોવા મળી રહ્યું છે . બુધવારે સુરતના વાવમાં પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન 5 કિલોમીટરની દોડ લગાવી રહેલા યુવકને હાર્ટ એટેકના લીધે મોત નિપજ્યું હતું. ત્યારે જૂનાગઢમાંથી પણ આ પ્રકારનો જ કિસ્સો સામે આવ્યો છે.
જૂનાગઢમાંથી એક રહસ્યમયી કિસ્સો સામે આવ્યો છે જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીનું આકસ્મિક રીતે મોત નિપજ્યું હતુ. હજુ સવારે પોલીસ ભરતી માટે દોડની પરીક્ષા પુરી કરીને મિત્રના ઘરે આવ્યો હતો. જ્યાં મિત્રના ઘરે જ યુવકનું કરુણ મોત નિપજ્યું હતુ.
આ પણ વાંચો : અમદાવાદમાં પોલીસ ભરતીની તૈયારી કરતી યુવતીએ સાસરી પક્ષના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું
મૂળ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રહેવાસી એવા મૌલીક બારીયા નામક વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષામાં પોલીસ ભરતીની તૈયારી કરતો હતો. તેમજ આજે પોલીસ ભરતીમાં દોડની પરીક્ષા માટે જૂનાગઢ આવ્યો હતો. જેમાં દોડની પરીક્ષા સવારે પુરી કર્યા બાદ પોતાના મિત્રના ઘરે ગયો હતો. જ્યાં મિત્રના ઘરે જ યુવકનું કરુણ મોત નિપજ્યુ હતું. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું મનાઈ રહ્યું છે. હાલ યુવકના મૃતદેહને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોટર્મ માટે ખસેડવામાં આવ્યો છે.
સુરતમાં પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા વખતે દોડતાં દોડતાં યુવકનું હાર્ટ એટેકથી મોત
બુધવારે સુરતના વાવ ખાતે એક કરુણ ઘટના બની હતી. પોલીસ સબ ઈન્સપેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પરીક્ષા દરમિયાન દોડ લગાવી રહેલા એક ઉમેદવારનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. વાલીયા SRP દળ જૂથ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સંજયકુમાર રસીકભાઈ ગામીત (ઉં.વ.36) PSIની ભરતી પરીક્ષામાં હાજર રહ્યા થયા હતા. બુધવારે સવારે 4:45 વાગે પ્રથમ બેચમાં 5 કિલોમીટર દોડ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન યુવક બેભાન થઇને ઢળી પડતાં ફરજ પરના ડોક્ટરે તેને પ્રાથમિક સારવાર આપી હતી, પરંતુ હાલત ગંભીર જણાતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં હાજર ડૉક્ટરોની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો.








