રાજકોટ/ કન્ટેનર ચાલકે વિદ્યાર્થિનીને લીધી અડફેટ, સગી બહેનોમાં એકનું મોતઃ પિતાએ કર્યા આ આક્ષેપ
ગુજરાતમાં અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રાજકોટના આજીડેમ નજીક ચોકડી પાસે એક વિદ્યાર્થિનીને ક

ગુજરાતમાં અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રાજકોટના આજીડેમ નજીક ચોકડી પાસે એક વિદ્યાર્થિનીને કન્ટેનર ચાલકે અડફેટે લેતા તેનું મોત નિપજ્યું છે. દીકરીના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે.
શું હતી સમગ્ર ઘટના?
રાજકોટના આજીડેમ ચોકડી નજીક વિદ્યાર્થીની શાળાએથી ઘરે આવી રહી હતી. તે દરમિયાન પાછળથી આવતા કન્ટેનરે જોયા વિના જ વિદ્યાર્થિનીને અડફેટે લઈ લીધી. અકસ્માત દરમિયાન વિદ્યાર્થિની જમીન પર પડી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. સમગ્ર ઘટનાને જોતા આસપાસના સ્થાનિકો ભેગા થઈ ગયા અને તાત્કાલિક ધોરણે તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી. જોકે, દુર્ભાગ્યથી વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન જ મોત થઈ ગયું હતું. દીકરીના મોતથી તેમના પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે.
જોકે, હજુ સુધી કન્ટેનર ચાલક કોણ હતો અને ક્યાંથી હતો તે વિશે કોઈ માહિતી સામે આવી નથી. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કન્ટેનર ચાલક વિશે તપાસ હાથ ધરી છે.
રાજકોટના આજી ડેમ પાસે કન્ટેનરચાલકે વિદ્યાર્થિનીને ટક્કર મારી હતી. વિદ્યાર્થિનીને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાઇ હતી. અનુપ્રિયા પ્રિયાંશી નામની વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારે દીકરીના પિતાએ તંત્ર સામે આક્રોશ ઠાલવીને કહ્યું હતું કે ખરાબ રસ્તાને કારણે અકસ્માતની ઘટના બની હતી. નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારીના કારણે આશાસ્પદ દીકરી પરિવારે ગુમાવી. હાઈવે પર સ્કૂટર સ્લીપ થતા પાછળ આવતા કન્ટેનર સાથે વિદ્યાર્થીનીનો અકસ્માત થયો. જેમાં બંને સગી બહેનો સ્કૂલેથી ઘરે આવતી હતી એક દીકરીનો આબાદ બચાવ થયો અને એક દીકરીનું મૃત્યુ થયું હતું.






