મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાપુતારા ઘાટ માર્ગ પર પથ્થરો પડતા વાહન વ્યવહાર ખોરવાયો

ડાંગના સાપુતારામાં પડેલા ધોધમાર વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની છે. સતત વરસી રહેલા વરસાદને પગલે સાપુ

તસવીર: gstv

ડાંગના સાપુતારામાં પડેલા ધોધમાર વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની છે. સતત વરસી રહેલા વરસાદને પગલે સાપુતારા ઘાટ માર્ગ અને સનરાઈઝ પોઈન્ટ નજીક પહાડો પરથી મોટા પથ્થરો નીચે ખાબક્યા હતા, જેના કારણે મુખ્ય માર્ગ અવરોધાયો છે. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તો ક્યાંક લેન્ડસ્લાઇડ જેવી સ્થિતિ સર્જાતા પ્રવાસીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. હાલ તંત્ર દ્વારા માર્ગ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્રે પ્રવાસીઓને સાપુતારાની મુલાકાત દરમિયાન વિશેષ સાવચેતી રાખવા અને જોખમી સ્થળોએ ન જવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો