મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડાંગના સાપુતારામાં વાતાવરણમાં પલટો, ગાઢ ધુમ્મસ અને ઝરમર વરસાદથી પ્રવાસીઓમાં ઉત્સાહ

વહેલી સવારથી ગિરિમથક સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાતા સમગ્ર વિસ્તાર વરસાદી માહોલમાં

વહેલી સવારથી ગિરિમથક સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાતા સમગ્ર વિસ્તાર વરસાદી માહોલમાં ફેરવાયો. ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટી જતા વાહનચાલકોએ હેડલાઇટ ચાલુ કરી સાવચેતીપૂર્વક વાહન હંકાર્યા. લાંબા વિરામ બાદ વરસેલા ઝરમર વરસાદે ઠંડકમાં વધારો કર્યો. વાતાવરણ મનમોહક બનતા પ્રવાસીઓએ કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો. ધુમ્મસિયા દ્રશ્યોમાં ડુંગરો ઢંકાઈ જતા અદભુત નજારો સર્જાયો. બીજી તરફ ખેડૂતોમાં વરસાદી માહોલને લઈને ખુશી જોવા મળી. આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા વચ્ચે સ્થાનિકોમાં આશા અને ઉત્સાહનો માહોલ છે.

આ સમાચાર શેર કરો