VIDEO: સાપુતારામાં ધુમ્મસની ચાદર છવાઈ
રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ચોમાસાની જમાવટ સાથે કુદરતનું મનમોહક રૂપ જોવા મળી રહ્યું છે. સતત બે દિવસના વરસાદ

રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ચોમાસાની જમાવટ સાથે કુદરતનું મનમોહક રૂપ જોવા મળી રહ્યું છે. સતત બે દિવસના વરસાદ બાદ આજે વહેલી સવારે સમગ્ર પહાડી વિસ્તાર ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલો જોવા મળ્યો હતો.આજે સવારે સાપુતારામાં ઝીરો વિઝિબિલિટી જેવી સ્થિતિ સર્જાતા પ્રવાસીઓ અને સ્થાનિકો માટે અદભૂત નજારો જોવા મળ્યો હતો. જોકે, મુખ્ય માર્ગો પર ધુમ્મસને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને વાહનોની ગતિ ધીમી રાખવાની ફરજ પડી હતી. હરિયાળી અને ધુમ્મસના આ આહલાદક દ્રશ્યોએ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા છે અને વીકએન્ડમાં પ્રવાસીઓનો ઘસારો વધવાની શક્યતા છે.



