મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ સાપુતારામાં ચોમાસા જેવા માહોલથી પ્રવાસીઓ ખુશીથી ઝૂમી ઊઠ્યા

ડાંગ: ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારાના વાતાવરણમાં આજે વહેલી સવારે અચાનક આહલાદ

ડાંગ: ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારાના વાતાવરણમાં આજે વહેલી સવારે અચાનક આહલાદક પલટો આવ્યો છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાવાની સાથે જ સમગ્ર ગિરિમથક અને આસપાસની ગિરીકંદરાઓમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી.

ડુંગરો પર છવાયેલા આ નયનરમ્ય અને મનમોહક નજારાને કારણે કાશ્મીર જેવો અહેસાસ થઈ રહ્યો છે. વેકેશનની મોજ માણવા આવેલા પ્રવાસીઓ વહેલી સવારના આ રોમેન્ટિક અને ઠંડા આબોહવા યુક્ત વાતાવરણને જોઈને ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા અને કેમેરામાં દ્રશ્યો કેદ કર્યા હતા.

આ સમાચાર શેર કરો