VIDEO: સાપુતારા-માલેગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બ્રેક ફેઈલ થતાં ટ્રક અને પીકઅપ વચ્ચે ટક્કર
સાપુતારા-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રક અને

સાપુતારા-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રક અને પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નાસિકથી ડુંગળીનો જથ્થો ભરી રાજકોટ જઈ રહેલી ટ્રકની બ્રેક ફેલ થતાં ટ્રક બેકાબૂ બની ગઈ હતી. બેકાબૂ ટ્રકે આગળ જઈ રહેલી પીકઅપને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પીકઅપનો કચરઘાણ નીકળી ગયો હતો, જ્યારે ટ્રકમાં ભરેલો ડુંગળીનો જથ્થો રસ્તા પર વેરવિખેર થઈ જતા નુકસાન થયું હતું. ઘટનામાં ટ્રક અને પીકઅપના ચાલકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંનેને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




