મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છ: નખત્રાણના જરોદરમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારો, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારા બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને તોફાની તત્વોની ધરપકડ કરી હતી. ક

કચ્છ: નખત્રાણના જરોદરમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારો, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારા બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને તોફાની તત્વોની ધરપકડ કરી હતી. કચ્છમાં પણ આવીજ એક ઘટના સામે આવી છે. કચ્છના નખત્રાણાના તાલુકાના કોટડા જરોદર ગામમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

પથ્થરમારામાં બાપ્પાની મૂર્તિ ખંડિત 

આ પથ્થરમારામાં બાપ્પાની મૂર્તિ ખંડિત થઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો હતો. અનિચ્છનીય બનવાન ના બને તે માટે પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ભરુચમાં પણ ગત મોડી રાત્રે કોમી તંગદિલી સર્જાઈ

સુરત બાદ ભરુચમાં પણ ગત મોડી રાત્રે કોમી તંગદિલી સર્જાઈ હતી. જેમાં બી ડિવિઝન પોલીસ મથકના  કુકરવાડાના ગોકુળ નગર પાસે બંને કોમના ધાર્મિક તહેવારો બાબતે ઝંડા લગાવવા તકરાર બાદ મામલો બીચક્યો હતો.પથ્થરમારા અને તોડફોડ થવા સાથે નાસભાગ મચી જવા પામી હતી. 

આ સમાચાર શેર કરો