મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

PATAN : સાવકી માતાના પ્રેમીએે 16 વર્ષની દિકરી પર અનેકવાર આચર્યું દુષ્કર્મ

Patan News : દાહોદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ અને હત્યા બાદ હવે પાટણમાં 16 વર્ષની સગીરા પર દુષ્કર્

PATAN : સાવકી માતાના પ્રેમીએે 16 વર્ષની દિકરી પર અનેકવાર આચર્યું દુષ્કર્મ

Patan News : દાહોદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ અને હત્યા બાદ હવે પાટણમાં 16 વર્ષની સગીરા પર દુષ્કર્મની ઘટના બની છે. આ કેસમાં ચોંકાવનારી વાત એ છે કે સાવકી માતાના પ્રેમીએે 16 વર્ષની દિકરી પર દુષ્કર્મ આચર્યું છે, જેમાં સાવકી માતાએ પ્રેમીની મદદ કરી છે. 

અલગ અલગ જગ્યાએ લઈ જઈને સગીરા પર દુષ્કર્મ આચર્યું

આ ઘટના પાટણ જિલ્લાના સમી તાલુકાના એક ગામમાં બની છે, જેમાં સાવકી માતાના પ્રેમીએ સગીરાને અલગ-અલગ જગ્યાએ લઈન જઈને તેના પર દુષ્કર્મ આચર્યું છે.  રાધનપુર ખાતે દવાખાને જવાના બહાને સાવકી માતા ઘરેથી દિકરીને સાથે લઈને નીકળી હતી અને બાદમાં પ્રેમીને બોલાવી તેની સાથે રહી દિકરી પર દુષ્કર્મ કરવા તેના પ્રેમીને મદદ કરી હતી. સગીરાને તેની સાવકી માતાના પ્રેમી રઘુ રાવળ સાથે ગાડીમાં બેસાડી અમદાવાદ લઈ ગઈ હતી, જ્યાં સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું.

સાવકી માતાની ધરપકડ, પ્રેમી ફરાર 

આ સમગ્ર મામલે સગીરાના પિતાએ સાવકી માતા અને તેના પ્રેમી સામે સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે સાવકી માતાની ધરપકડ કરી છે, જયારે ફરાર દુષ્કર્મીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો