મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'હત્યા, લૂંટ અને ચોરી જેવા ગુનામાં ઘટાડો પણ પરંતુ સાયબર ક્રાઇમમાં વધારો', શહેર પોલીસ કમિશનરનું ક્રાઈમ રેટને લઈને નિવેદન

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિકનું ક્રાઈમ રેટને લઈને નિવેદન આપ્યું છે. અમદાવાદમાં

'હત્યા, લૂંટ અને ચોરી જેવા ગુનામાં ઘટાડો પણ પરંતુ સાયબર ક્રાઇમમાં વધારો', શહેર પોલીસ કમિશનરનું ક્રાઈમ રેટને લઈને નિવેદન

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિકનું ક્રાઈમ રેટને લઈને નિવેદન આપ્યું છે. અમદાવાદમાં ગુનાખોરી કાબુમાં હોવાનું પોલીસ કમિશનર દ્વારા નિવેદન આપ્યું છે.

પોલીસ કમિશનર જી.એસ મલિકે જણાવ્યું હતું કે, ‘હત્યા,હત્યાનો પ્રયાસ, ધાડ લૂંટ અને ચોરી જેવા ગુનામાં ઘટાડો થયો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ગુનાખોરીમાં ઘટાડો થયો છે પરંતુ સાયબર ક્રાઇમના ગુનાઓમાં વધારો થયો છે.  શહેરીજનોની સુરક્ષા માટે અમદાવાદ પોલીસ સતત કાર્યરત છે.’

વધુમાં તેમને જણાવતા કહ્યું હતું કે, તાજેતરમાં નવરાત્રીના સમયમાં પણ કોઇ ગંભીર બનાવ બનેલ નથી. આ સિવાય ગુનાની સ્થિતી જોતા ચાલુ વર્ષ 2024ના પ્રથમ 9 માસની સરખામણી ગત વર્ષ 2023 ના પ્રથમ 9 માસની સરખામણીમાં જંગી ઘટાડો જોવા મળેલ છે.

  • વર્ષ-૨૦૨૩ના સપ્ટેમ્બર માસ સુધીમાં અમદાવાદ શહેરમાં ખૂનના કુલ 86 ગુનાઓ દાખલ થયેલ હતા, જ્યારે ચાલુ વર્ષ સપ્ટેમ્બર - 2024 સુધીના સમયગાળા દરમ્યાન ખૂનના કુલ - 61 ગુનાઓ નોંધાયા છે. આમ ખૂનના બનાવોમાં ૨૯.૦૭% (૨૫ ખૂન)નો ધરખમ ઘટાડો થયો છે.
  • તેવી જ રીતે સપ્ટેમ્બર - 2023 સુધીમાં ખૂનની કોશીષના 78 બનાવો નોંધાયેલ જ્યારે સપ્ટેમ્બર- 2024 સુધીમાં ખૂનની કોશીષના 71 બનાવો નોંધાયેલ છે. એટલે કે, તેમાં પણ 8.97 % નો ઘટાડો નોંધાયેલ છે તથા ગત વર્ષ સપ્ટેમ્બર - 2023 સુધીમાં લુંટના 115 ગુનાઓ નોંધાયેલ જ્યારે ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસ સુધીમાં આ બનાવોની સંખ્યા 86 રહેવા પામેલ છે. આમ, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષ સુધીમાં 25.12 % (29 બનાવો) નો નોંધપાત્ર ઘટાડો થયેલ છે.
  • ડેકોયટીના બનાવો જોઇએ તો ગત વર્ષ સપ્ટેમ્બર - 2023 સુધીમાં કુલ 08 ગુનાઓ નોંધાયેલા જ્યારે ચાલુ વર્ષ સપ્ટેમ્બર માસ સુધીમાં આ પ્રકારના 10 ગુનાઓ નોંધાયેલ છે. જેથી ગત વર્ષની સરખામણીએ 02 ગુનાઓનો વધારો થયેલ છે પરંતુ, તે તમામ ગુનાઓ ડીટેક્ટ કરવામાં આવેલ છે.

આ સમાચાર શેર કરો