તાપીમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યપાલે કર્યું ધ્વજવંદન
Republic Day 2025 : ગુજરાતમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપીના આંગણે થઈ. સમગ્ર વ્ય

Republic Day 2025 : ગુજરાતમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપીના આંગણે થઈ. સમગ્ર વ્યારાનગર દેશભક્તિના રંગે રંગાયું છે. તાપીમાં બાજીપુરા સુમુલ ડેરીના ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન સમારોહ યોજાયો. પોલીસ વિભાગ દ્વારા પરેડ, નકશો, મ્યુઝિકલ બેન્ડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ રજૂ કરવામાં આવ્યા હતા. પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 240 કરોડનાં 61 કામનાં ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા.
76મા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ વ્યારા ખાતે માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તાપી જિલ્લાના પ્રાચીનથી અર્વાચીન ઇતિહાસને પ્રસ્તુત કરતો ‘તાપી તારાં નીર નિરંતર’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે આજે 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વે તાપી જિલ્લા પોલીસ દ્વારા વ્યારા ખાતે આયોજિત ત્રિ-દિવસીય પોલીસ એક્સપોને ખુલ્લો મુક્યો હતો. મુખ્યમંત્રીએ એક્સપોમાં નિદર્શીત ચેતક કમાન્ડો ફોર્સ, બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, શી-ટીમ, એલસીબી, એસ.ઓ.જી, સાયબર સુરક્ષા, એસ.ડી.આર.એફ, મરીન ટાસ્ક ફોર્સ, એટીએસ, બીડીડીએસ, એફ.એસ.એલ., ટ્રાફિક સહિત વિવિધ જવાનોની ટુકડીઓ દ્વારા વપરાતા અત્યાધુનિક શસ્ત્રોને રસપૂર્વક નિહાળ્યા હતા.






