રાજકોટ: સ્ટેટ GSTની ટીમના મોદી એસ્ટેટમાં દરોડા, TRP કાંડના ભ્રષ્ટ અધિકારી સાથેના વ્યવહારની આશંકા
રાજકોટમાં સ્ટેટ GST વિભાગની એસ્ટેટ બ્રોકરને ત્યાં કાર્યવાહીને લઇને મોટા સમાચાર સામે આવ્યા.જ્યાં GST વિભાગની કાર્યવાહીના તાર

રાજકોટમાં સ્ટેટ GST વિભાગની એસ્ટેટ બ્રોકરને ત્યાં કાર્યવાહીને લઇને મોટા સમાચાર સામે આવ્યા.જ્યાં GST વિભાગની કાર્યવાહીના તાર ભ્રષ્ટ અધિકારી સાથે જોડાયેલા હોવાની આશંકા સામે આવી.TRP ગેમ ઝોનમાં જેલમાં રહેલા એક ભ્રષ્ટ અધિકારી સાથે મોદી એસ્ટેટને કનેકશન હોવાની આશંકા સેવાઈ છે.
બે દિવસથી GSTની ટીમ કરી રહી છે તપાસ
બે દિવસથી ચાલતી તપાસમાં અનેક મિલ્કત સબંધિત તપાસ કરવામાં આવી છે. GST વિભાગ ACBની તપાસના આધારે ત્રાટકી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે.
ગતરોજ GST વિભાગે મોદી એસ્ટેટમાં તપાસ યથાવત રાખી હતી.મોદી એસ્ટેટના ભ્રષ્ટ અધિકારી ધંધાકીય સબંધો ગહોવાની ચર્ચાઓએ જોર પકડ્યુ છે. છેલ્લા એક મહિનામાં સ્ટેટ GST દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે, આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં અધિકારીઓ જોડાયા હતા.






