મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવી મહાનગરપાલિકાઓની વર્ગ 1 અને 2ની જગ્યાઓ GPSC દ્વારા ભરવા રાજ્ય સરકારનો નિર્ણય

ગુજરાતની મહાનગર પાલિકાઓમાં ભરતી પ્રક્રિયાને લઈને સમાચાર સામે આવ્યા છ

નવી મહાનગરપાલિકાઓની વર્ગ 1 અને 2ની જગ્યાઓ GPSC દ્વારા ભરવા રાજ્ય સરકારનો નિર્ણય

ગુજરાતની મહાનગર પાલિકાઓમાં ભરતી પ્રક્રિયાને લઈને સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં જાહેર કરાયેલી નવી મહાનગર પાલિકાઓમાં ક્લાસ 1 અને 2ના પદ પર ભરતી કરવાને લઈને સરકારે મંજૂરી આપી છે. ભરતી પ્રક્રિયા GPSC દ્વારા હાથ ધરવામાં આવશે. સમગ્ર મામલે GPSCના ચેરમેન હસમુખ પટેલે પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે. 

નવી મહાનગર પાલિકાઓમાં ભરતી કરાશે

ગુજરાતમાં 9 નવી મહાનગર પાલિકાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, નડિયાદ, વાપી, નવસારી, મહેસાણા, ગાંધીધામ અને પોરબંદરને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જ્યારે રાજ્ય સરકારે નવી જાહેર કરાયેલી મહાનગર પાલિકાઓમાં ભરતીને લઈને જગ્યા ભરવા માટે મંજૂરી આપવામાં આવી છે. 

આ મામલે GPSCના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું કે, 'રાજ્યની મહાનગરપાલિકાઓની વર્ગ 1 અને 2ની જગ્યાઓ જીપીએસસી દ્વારા ભરવા રાજ્ય સરકારનો નિર્ણય. જગ્યાઓની વિગતો પ્રાપ્ત થતા આયોગ ભરતીની કાર્યવાહી ઝડપથી શરૂ કરશે.'

આ સમાચાર શેર કરો