DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાઈ રાજ્યની ક્રાઈમ કોન્ફરન્સ
અમદાવાદ : અમદાવાદનાં શાહીબાગમાં નવી કમિશનર કચેરીમાં રાજ્યની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી

અમદાવાદ : અમદાવાદનાં શાહીબાગમાં નવી કમિશનર કચેરીમાં રાજ્યની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે હાજરી આપી હતી. 4 પોલીસ કમિશનર તેમજ 9 રેન્જ આઇજી પણ આ ક્રાઇમ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા.
ક્રાઇમ કોન્ફરન્સમાં ક્રાઈમ રેટનો ઘટાડો કઈ રીતે થાય તે અંગે ચર્ચા કરાઇ હતી. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, દરેક હેડમાં ગુનાઓમાં ઘટાડો થયો છે. શરીર સંબંધી અને મિલકત સંબંધી કેસમાં પણ ઘટાડો થયો છે. પોલીસની કામગીરીના કારણે લોકોના સંતોષ થાય તેવા સતત પ્રયાસ કરવામાં આવે છે. મહિલા અને બાળ સુરક્ષા અને સાયબર ક્રાઈમ બાબતે પણ ચર્ચા થઇ હતી. હવે દર મહિને ક્રાઈમ કોન્ફરન્સ રાખીએ છીએ. હવે નવી સીપી ઓફિસની મુલાકાત માટે તમામ સિનિયર અધિકારીને લઈને મુલાકાત કરાવવાના છીએ. જિલ્લાના પોલીસ નિરીક્ષક વર્ષીય તપાસણીમાં જાય તો 3 થી 4 દિવસ રોકાય તો પોલીસની કામગીરી કરવાની ક્ષમતામાં વધારો થાય છે. દરેક પોલીસ સ્ટેશનમાં એક સાયબર એક્સપર્ટની નિમણુક કરવામાં આવી છે. જેમાં કામગીરીના ભાગરૂપે 2 લાખ 27 હજાર બેન્ક એકાઉન્ટ્સ ફ્રીઝ થયા હતા. એક મહિનામાં 2 લાખ 15 હજાર બેન્ક એકાઉન્ટ્સ અનફ્રીઝ કરાયા છે. સાયબર ક્રાઇમ મોટો પડકાર છે.”
હાલમાં જ વાયરલ થયેલા ગૃહ વિભાગના પીએસઆઈ અને પીઆઈની નજીકનાં રેન્જમાં બદલી બાબતે પ્રશ્ન પુછવામાં આવતા વિકાસ સહાયે આવો કોઈ પરિપત્ર ન હોવાની સ્પષ્ટતા કરી હતી.






