Ahmedabad: સેન્ટ માર્ક સ્કૂલની મનમાની યથાવત, DEOની નોટીસ બાદ પણ સ્વેટર માટે દબાણ
અમદાવાદની સેન્ટ માર્ક સ્કૂલ દ્વારા શિક્ષણ વિભાગ (DEO) ના આદેશોની સરેઆમ અવગણના કરીને વાલીઓ


અમદાવાદની સેન્ટ માર્ક સ્કૂલ દ્વારા શિક્ષણ વિભાગ (DEO) ના આદેશોની સરેઆમ અવગણના કરીને વાલીઓ પર ચોક્કસ દુકાનેથી મોંઘા સ્વેટર ખરીદવા માટે દબાણ કરવામાં આવતા નવો વિવાદ સર્જાયો છે.
મળતી માહિતી અનુસાર સેન્ટ માર્ક સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને શાળામાંથી જ અથવા નિર્ધારિત જગ્યાએથી ₹1100ની કિંમતના સ્વેટર ખરીદવા ફરજ પાડવામાં આવી રહી છે. આ અંગે અગાઉ વાલીઓ અને NSUI ના કાર્યકર્તાઓએ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ને ઉગ્ર રજૂઆત કરી હતી. રજૂઆતના પગલે DEO કચેરી દ્વારા શાળાને નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ શાળા સંચાલકોએ આ નોટિસને અવગણીને પોતાની મનમાની ચાલુ રાખી છે.
વાલીઓએ આક્ષેપ કર્યો છે કે, જે સ્વેટર શાળા ₹1100માં આપે છે તેની ગુણવત્તા અત્યંત નબળી છે. જ્યારે બજારમાં ₹1000ની આસપાસ તેનાથી વધુ સારી ગુણવત્તાવાળા સ્વેટર ઉપલબ્ધ છે. ત્યારે શાળાની મનમાની સામે NSUI કાર્યકર્તાઓએ ફરી એકવાર મોરચો માંડ્યો છે.






