મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: મોદી સરકાર ગેમ ચેન્જર નહીં પરંતુ માત્ર નેમ ચેન્જર બનીને રહી ગઈ, મનરેગાનું નામ બદલાતા કોંગી પ્રવક્તાના પ્રહાર

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે

Ahmedabad news: મોદી સરકાર ગેમ ચેન્જર નહીં પરંતુ માત્ર નેમ ચેન્જર બનીને રહી ગઈ, મનરેગાનું નામ બદલાતા કોંગી પ્રવક્તાના પ્રહાર

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે મોદી સરકાર ગેમ ચેન્જર નહીં પરંતુ માત્ર નેમ ચેન્જર બનીને રહી ગઈ છે. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ શાસનની ૩૦થી વધુ યોજનાઓના માત્ર નામ બદલીને ભાજપ પોતાની ગણાવી રહી છે, જેનું સૌથી મોટું ઉદાહરણ મનરેગા યોજના છે. મનીષ દોશીએ ઉમેર્યું કે સ્ટેશનરી અને હોર્ડિંગ્સમાં નામ બદલવા પાછળ જનતાના ટેક્સના 5 કરોડ વેડફવામાં આવે છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતને બજેટમાં થઈ રહેલો અન્યાય

તેમણે મનરેગામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા કહ્યું કે શ્રમિકોને ૧૦૦ દિવસને બદલે માત્ર ૪૫ દિવસ રોજગારી મળે છે અને અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતને બજેટમાં અન્યાય થઈ રહ્યો છે. મનરેગા યોજનાનું નામ બદલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું નામ ભૂસવાનો પ્રયત્ન કર્યો છે. સરદાર પટેલનું નામ બદલી સ્ટેડિયમને પોતાનું નામ આપવું કે વિદ્યાપીઠમાં ઇમારતો તોડવી, ભાજપ માત્ર ફોટો પડાવવાની અને ઇતિહાસ ભૂંસવાની રાજનીતિ કરી રહી હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો