કચ્છ રણોત્સવમાં જવા-આવવા માટે ST વિભાગે શરૂ કરી બસ સેવા, જાણો વિગત
કચ્છ રણોત્સવનો 11 નવેમ્બરથી આરંભ થઈ ગયો છે. જ્યાં માત્ર ગુજરાતથી જ નહીં પણ દેશ-વિદેશથી લોકો રણોત્

કચ્છ રણોત્સવનો 11 નવેમ્બરથી આરંભ થઈ ગયો છે. જ્યાં માત્ર ગુજરાતથી જ નહીં પણ દેશ-વિદેશથી લોકો રણોત્સવનો આનંદ માણવા લોકો આવે છે. ત્યારે મુસાફરોની સગવડતા માટે એસટી વિભાગ દ્વારા રણોત્સવમાં જવા આવવા માટે બસની સેવા શરૂ કરી છે.
રણોત્સવમાં જવા આવવા માટે એસટી વિભાગ દ્વારા બસ સેવા શરૂ કરી છે. જેમાં ભુજથી ધોરડો જવા માટે 8:30, 10:30, 1:00, 2:30 કલાકે બસ મળશે. જ્યારે ધોરડોથી ભુજ જવા માટે 11:15, 6:00, 7:00 કલાકે બસ મળશે.
કચ્છના રણોત્સવમાં ટેન્ટ સિટીમાં રહેવા માટે https://www.rannutsav.com/ વેબસાઇટ પર જઈને તમે તમારા માટે ટેન્ટ બુક કરાવી શકો છો. આ સિવાય તમે રણોત્સવને લઈને વિવિધ માહિતી પણ આ વેબસાઇટ પરથી મેળવી શકો છો.
કચ્છમાં ફરવા લાયક સ્થળ
રણોત્સવની સાથે પ્રવાસીઓ કચ્છમાં માતાનો મઢ, વિજય વિલાસ પેલેસ, લખપતનો કિલ્લો, હમીરસર તળાવ, કોટેશ્વર મહાદેવ મંદિર, નારાયણ સરોવર, કચ્છ મ્યુઝિયમ, આઈના મહેલ, ભુજીયો ડુંગર, કાળો ડુંગર તેમજ માંડવીના દરિયા કિનારાની પણ મુલાકાત લઈ શકે છે.
15 માર્ચ, 2025 સુધી રણોત્સવ ચાલશે
નવેમ્બર મહિનાથી કચ્છના સફેદ રણ ધોરડોમાં રણોત્સવની ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા 11 નવેમ્બરથી શરૂઆત કરાઈ છે. આ ષે રણોત્સવ 124 દિવસ માટે યોજાશે. એટલે કે, આગામી 15 માર્ચ, 2025 ચાલશે.








