મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દ્વારકામાં શર્મનાક ઘટના : એસટી બસના ડ્રાઈવરે મહિલા કન્ડક્ટર પર અનેક વાર આચર્યું દુષ્કર્મ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં શર્મનાક ઘટના બની છે, જેમાં એસટી બસના ડ્રાઈવરે મ

દ્વારકામાં શર્મનાક ઘટના : એસટી બસના ડ્રાઈવરે મહિલા કન્ડક્ટર પર અનેક વાર આચર્યું દુષ્કર્મ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં શર્મનાક ઘટના બની છે, જેમાં એસટી બસના ડ્રાઈવરે મહિલા કન્ડક્ટર પર  અનેક વાર  દુષ્કર્મ આચર્યું છે. ખંભાળિયા પોલીસે આરોપી એસટી ડ્રાઈવરની અટકાયત કરી છે. 

યુવતીને ધમકાવીને અનેક વાર આચર્યું દુષ્કર્મ 

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ખંભાળિયામાં એસ ટી ડેપોમાં કંડકટર તરીકે નોકરી કરતી મહિલા પર તેની સાથે એસટી ડ્રાઈવર તરીકે નોકરી કરતા પુંજા રામભાઈ ઉલવા નામના શખ્સે આ યુવતીને બ્લેકમેલ કરીને, ધાકધમકી આપીને તેમજ હત્યા કરવાની ધમકી આપીને તેના પર અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું. 

પોલીસે આરોપીની કરી અટકાયત

ભોગ બનાનર મહિલાએ તેના પરિવારને હકીકતની જાણ કરતા સમગ્ર મામલો બાહર આવ્યો હતો. મહિલાના પરિવારની ફરિયાદના આધારે ખંભાળિયા પોલીસે આરોપીની અટકાયત કરી તેના વિરુદ્ધ દુષ્કર્મ તેમજ BNSની વિવિધ કલમો મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો