મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: SSG હોસ્પિટલનું વોટર કુલર ચર્ચામાં, 'કરંટ લાગે છે તેને અડકવું નહીં'

વડોદરાની SSG હોસ્પિટલમાં સંખ્યાબંધ દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે, ત્યારે દર્દીઓના સગાંને ઠંડુ પાણી મળી રહે તે માટે

વડોદરા: SSG હોસ્પિટલનું વોટર કુલર ચર્ચામાં, 'કરંટ લાગે છે તેને અડકવું નહીં'

વડોદરાની SSG હોસ્પિટલમાં સંખ્યાબંધ દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે, ત્યારે દર્દીઓના સગાંને ઠંડુ પાણી મળી રહે તે માટે  હોસ્પિટલમાં મિનરલ વોટર કુલર મુકવામાં આવ્યા છે.

કોઈ દર્દીના સગાને કરંટ લાગે તો કોની જવાબદારી રહેશે

પીડિયાટ્રિક વોર્ડમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. આ વોટર કુલર પર કરંટ લાગે છે, તેને અડકવું નહીં તેની સુચના લખવામાં આવી છે. જો કોઈ દર્દીના સગાને કરંટ લાગે તો કોની જવાબદારી રહેશે.

જોખમી કુલરમાંથી જ દર્દીના સ્વજનો જ ભરે છે પાણી

જોખમી કુલરમાંથી જ દર્દીના સ્વજનો પાણી ભરે છે. આ મામલામાં RMO ડો.હિતેન્દ્ર ચૌહાણે તપાસના આદેશ આપ્યા છે અને તેને દૂર કરવાનો આદેશ આપાયો છે. જો કુલરમાં કરંટ લાગતો નથી તો આ સૂચનાવાલું પોસ્ટર કેમ ચોંટાડવામાં આવ્યું હતું, તેની ચર્ચા સતત થઈ રહી છે.

આ સમાચાર શેર કરો