મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં રોંગ સાઈડ વાહન ચલાવ્યું તો ફાઇલ થશે FIR, વાહનચાલકની થશે ધરપકડ

Ahmedabad news : અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને પોલીસ 22 જૂનથી રોંગ સા

અમદાવાદમાં રોંગ સાઈડ વાહન ચલાવ્યું તો ફાઇલ થશે FIR, વાહનચાલકની  થશે ધરપકડ

Ahmedabad news : અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને પોલીસ 22 જૂનથી રોંગ સાઇડમાં વાહન ચલાવતા લોકો સામે વિશેષ ઝુંબેશ શરૂ કરી રહી છે. અમદાવાદમાં આગામી 10 દિવસ સુધી ચાલનારી આ ઝુંબેશમાં રોંગ સાઇડમાં વાહન ચલાવનારા લોકોને સજા કરવાને બદલે તેમની સામે કેસ નોંધવામાં આવશે.

22મીથી 30મી જૂન ટ્રાફિક પોલીસની ઝુંબેશ

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને, અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા 22મીથી 30મી જૂન દરમિયાન રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહનચાલકો સામે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્થાનિક પોલીસ સાથે મળીને આ ઝુંબેશ ચલાવવામાં આવશે.

પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે

રોંગ સાઈડમાં વાહન ચાલનારાઓ સામે  પોલીસ કલમ 279 અને 184 હેઠળ FIR તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરશે. આ ઉપરાંત રોંગ સાઈડમાં વાહન ચલાવવા બદલ વાહનચાલકની  ધરપકડ કરવામાં આવશે. આવી સ્થિતિમાં પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે.

લોકો ઉતાવળમાં કે શોર્ટકટમાં રોંગ સાઈડ પર વાહન ન ચલાવે - ટ્રાફિક JCP

અમદાવાદ શહેર ટ્રાફિક JCP એન.એન. ચૌધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં વધતા માર્ગ અકસ્માતોને રોકવા માટે, ટ્રાફિક પોલીસ સ્થાનિક પોલીસ સાથે મળીને સ્પેશિયલ ડ્રાઇવ ચલાવશે. JCP એન.એન. ચૌધરીએ લોકોને અપીલ કરતા કહ્યું કે લોકોએ ઉતાવળમાં કે શોર્ટકટમાં રોંગ સાઈડ પર વાહન ન ચલાવવું જોઈએ.

હવે એક ખાસ ઝુંબેશ શરૂ થવા જઈ રહી છે, તેથી લોકોએ આ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ. અન્યથા પોલીસ આવા લોકો સામે કેસ નોંધશે. સૌપ્રથમ અમે શહેરના ભારે ટ્રાફિકવાળા રોડ પરથી ડ્રાઈવ શરૂ કરીશું, ત્યારબાદ આગળ શહેરના આંતરિક રસ્તા સુધી ડ્રાઈવ ચલાવવામાં આવશે.

આ સમાચાર શેર કરો