મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સ્પે. NDPS કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, ડ્રગ્સ દૂષણ મામલે આરોપીને 15 વર્ષની જેલ

ભારતના દરેક રાજ્યમાં સરળતાથી ડ્રગ્સ મળવા લાગ્યું છે. હવે તેના માટે જવાબદાર કોણ? જેમાં અત્યારે દુકાનોમાં પાન મ

સ્પે. NDPS કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, ડ્રગ્સ દૂષણ મામલે આરોપીને 15 વર્ષની જેલ

ભારતના દરેક રાજ્યમાં સરળતાથી ડ્રગ્સ મળવા લાગ્યું છે. હવે તેના માટે જવાબદાર કોણ? જેમાં અત્યારે દુકાનોમાં પાન મસાલા, બીડી, સિગારેટ અને દારૂ મળી રહ્યો છે તેમાં ગલીએ ગલીળીએ નશાકારક પદાર્થો પણ વેચાવા લાગ્યાં છે. નોંધનીય છે કે, NDPS કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં દેશમાં વધતા જતા ડ્રગ્સના દુષણની ખાસ વાત કરી છે.

NDPS કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો 

સરકાર બાદ ન્યાયિક પ્રક્રિયામાં પણ ડ્રગ્સનાં દૂષણ અંગે મહત્વના અવલોકન તારવ્યા છે. સ્પે. NDPS કોર્ટ કહ્યું કે, "અગાઉ પાન મસાલા, પછી દારૂ અને હવે નશાકારક દ્રવ્યો ગલીએ ગલીએ વેચાઈ રહ્યા છે"

2020 ના કેસમાં પકડાયેલા આરોપીઓ સામે કોર્ટે ચુકાદો કરતા ટાંક્યું કે, નાર્કોટિક્સની હેરાફેરી દેશ આખા માટે નાસુર બની ગયું છે.  માત્ર નશો કરનાર જ નહીં પરંતુ આખો પરિવાર આમાં બરબાદ થઈ જાય છે. માતાપિતાને સતત ચિંતા રહેતી હોય છે. વિના શસ્ત્ર દેશમાં ડ્રગ્સને કારણે ગૃહ યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ડ્રગ્સના માધ્યમથી દેશને પાયમાલ કરવાનો પ્રયાસ છે.  

સ્પેશિયલ NDPS કોર્ટે કહ્યું કે, ‘અગાઉ ગલીએ ગલીએ પાન મસાલા વેચાતા હતા હવે કોલેજ, હોસ્ટેલ અને યુનિવર્સિટી વગેરે કેમ્પસમાં દૂષણ ખૂબ વધ્યું છે. આવું ટાંકતા કોર્ટે ડ્રગ્સ કેસના આરોપી બરકત અલીને 15 વર્ષની કેદ અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે. આ સાથે શાહપુરના શાહનવાઝ પઠાણને 12 વર્ષની જેલ અને રૂબીના બરકતઅલીને 12 વર્ષની જેલની સજા સંભળાવી છે.

આ સમાચાર શેર કરો