ગુજરાત યુનિવર્સિટીમાં આજે ખાસ કોન્વોકેશન, 12 હજારથી વધુ વિદ્યાર્થીઓને અપાશે પદવી
ગુજરાત યુનિવર્સિટી દ્વારા દર વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વાર્ષિક પદવીદાન સમારોહ યોજવામાં આવે છે, અને જુન-જુ

ગુજરાત યુનિવર્સિટી દ્વારા દર વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વાર્ષિક પદવીદાન સમારોહ યોજવામાં આવે છે, અને જુન-જુલાઈમાં મીડ કોન્વોકેશન યોજવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ વાર્ષિક પદવીદાન સમારોહ માટે અરજી કરી શક્યા ન હોય અને જે વિદ્યાર્થીઓ મેડિકલ-ડેન્ટલ- પેરામેડીકલમાં પાસ થયા હોય છે, તેઓ માટે જુન-જુલાઈમાં મીડ કોન્વોકેશન કે સ્પેશ્યલ કોન્વોકેશન યોજવામાં આવે છે.
ગુજરાત યુનિવર્સીટીમાં આ સ્પેશ્યલ કોન્વોકેશનમાં 12,499 વિદ્યાર્થીઓ નોંધાયા
આ વર્ષે ગુજરાત યુનિવર્સીટીમાં આ સ્પેશ્યલ કોન્વોકેશનમાં 12,499 વિદ્યાર્થીઓ નોંધાયા છે, અને પ્રથમ વખત 12 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ કોન્વોકેશનમાં ડિગ્રી લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
વાર્ષિક પદવીદાન સમારોહ
12,499 વિદ્યાર્થીઓમાં આર્ટ્સના 2327,સાયન્સના 901, કોમર્સના 4961, મેડિકલના 3,004, ડેન્ટલના 347, લોના 476, એજ્યુકેશનના 468, આર્ટસના 2327 વિદ્યાર્થીઓ છે. જ્યારે આ વર્ષે પણ ઈજનેરી-ફાર્મસીમાં વિદ્યાર્થીઓ નોંધાયા છે.






