મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'ખોટા ખેડૂત' બનેલા ભાજપના ધારાસભ્ય રમણ વોરા વિરુદ્ધ થશે ખાસ કાર્યવાહી, ગાંધીનગરથી આદેશ છૂટ્યો

ભળતા નામે બારોબાર ખેડૂત ખરાઈનો દાખવો મેળવી ખોટા ખેડૂત ખાતેદાર બનેલા

'ખોટા ખેડૂત' બનેલા ભાજપના ધારાસભ્ય રમણ વોરા વિરુદ્ધ થશે ખાસ કાર્યવાહી, ગાંધીનગરથી આદેશ છૂટ્યો
ભળતા નામે બારોબાર ખેડૂત ખરાઈનો દાખવો મેળવી ખોટા ખેડૂત ખાતેદાર બનેલાં ઈડરના ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલી વધી શકે છે. ગાંધીનગરથી આદેશ છૂટતા ઈડર મામલતદારે ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારી કરી છે.

 રમણવોરાએ ખોટા ખેડ઼ૂત ખાતેદાર દર્શાવી ગાંધીનગર નજીક પાલેજ ખાતે ખેતીની જમીનો ખરીદી

અટક દર્શાવ્યા વિના જ ધારાસઙ્ય રમણવોરાએ ખોટા ખેડ઼ૂત ખાતેદાર દર્શાવી ગાંધીનગર નજીક પાલેજ ખાતે ખેતીની જમીનો ખરીદી હતી. જ્યારે આ વાતનો પર્દાફાશ થતાં તેમણે દિનેશભાઈ પટેલને જમની વેચી દીધી હતી.બાદમાં ખેતીની જમીન NA કરીને રમણ વોરાએ આ જમીન ખરીદી લીધી હતી. આ જ જમીનના દાખલા-દસ્તાવેજો અને ખેડૂત ખરાઈના ખોટા દાખલા આધારે રમણ વોરાએ પુત્રોના નામે મત વિસ્તાર ઈડર નજીક દાવડમાં  ખેતીની જમીનો ખરીદી હતી.અરજદારે રમણ વોરાના ખેડૂત ખાતેદારના પુરાવા માંગ્યા હોવા છતાંય ઈડર મામલતદાર એ. એ.રાવલે આપ્યા ન હતાં. આ કારણોસર મહેસૂલ વિભાગે બદલી કરી દીધી હતી.

ધારાસભ્યની દાવડ ખાતેની જમીન મુદ્દે વિગતો સહિત ફાઈલ મંગાવી

આ સમગ્ર પ્રકરણને લઈને હવે વિવાદ જન્મ્યો છે. એટલું જ નહીં અરજદાર રાજેન્દ્ર પટેલે ધારાસભ્ય રમણ વોરા વિરુદ્ધ કાર્યવાહી નહીં કરાય તો ઈડર મામલતદાર કચેરીએ આત્મવિલોપન કરવા ચિંકી ઉચ્ચારી હતી. પૂજાબેન જોશીએ ઈડર મામલતદાર તરીકે ચાર્જ સંભાળ્યો છે. તેમનું કહેવું છે કે ધારાસભ્યની દાવડ ખાતેની જમીન મુદ્દે વિગતો સહિત ફાઈલ મંગાવી છે. દસ્તાવેજોનો અભ્યાસ કર્યા પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ધારાસભ્ય રમણ વોરાની વધી મુશ્કેલી? 

અરજદારે રમણ વોરાના ખેડૂત ખાતેદારના પુરાવા માંગ્યા હોવા છતાંય ઈડર મામલતદાર એ.એ.રાવલે આપ્યા ન હતાં. આ કારણોસર મહેસૂલ વિભાગે તેમની બદલી કરી દીધી હતી. હવે પૂજાબેન જોશીએ ઈડર મામલતદાર તરીકે ચાર્જ સંભાળ્યો છે. તેમનું કહેવુ છે કે, ધારાસભ્યની દાવડ ખાતેની જમીન મુદ્દે વિગતો સહિત ફાઇલ મંગાવી છે. દસ્તાવેજોનો અભ્યાસ કર્યા પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, આ મુદ્દે એવું પણ જાણવા મળ્યું છે કે, ધારાસભ્ય રમણ વોરા વિરૂદ્ધ ગણોતધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે દંડ પણ ફટકારવામાં આવશે. 

આ સમાચાર શેર કરો