ઘાટલોડિયાની 'સાઉથર્ન ગ્રબ ધ ટેસ્ટ ઓફ સાઉથ'માં ઢોંસા ઝાપટ્યા બાદ થયા ઝાડા ઊલટી, ચેકિંગ બાદ હોટલને કરાઈ સીલ
ગુજરાતીઓ સામાન્ય રીતે ખાણીપીણીનાં શોખીન છે. તેમાં પણ અમદાવાદમાં રહેતા લોકોને રોજબરોજ બહારનું

ગુજરાતીઓ સામાન્ય રીતે ખાણીપીણીનાં શોખીન છે. તેમાં પણ અમદાવાદમાં રહેતા લોકોને રોજબરોજ બહારનું ખાવાનો ખુબ જ ચસ્કો છે. જો તમે પણ બહારનું ખાવાના શોખીન છો તો ચેતી જજો. કેમકે મોટેભાગે હોટેલના રસોડામાં પુરતી સ્વચ્છતા જાળવી રાખવામાં આવતી નથી, જેથી અનહાઈજેનિક ખોરાક ખાવાને કારણે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે સીધાં ચેડાં થાય છે. તાજેતરમાં આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી પ્રકાશમાં આવ્યો છે.
અમદાવાદમાં એક દક્ષિણ ભારતનું ભાણું પીરસતી હોટલને સીલ કરવામાં આવી છે. આ હોટલમાં ઢોંસા ખાધા બાદ કેટલાક ગ્રાહકોને ઝાડા ઉલટી થઈ ગયાં હતા જેને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ મામલે કાર્યવાહી કરી હોટલ સીલ કરી દીધી છે.
આ પણ વાંચો : ઔડા દ્વારા વસુલાતી ફીમાં 10 વર્ષે કરાયો વધારો, રિંગરોડ સહિત આ રસ્તાઓ બનશે હજુ મોટા
અમદાવાદ શહેરમાં ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ‘સાઉથર્ન ગ્રબ ધ ટેસ્ટ ઓફ સાઉથ’ હોટલને સિલ કરવામાં આવી છે. અહિં ઢોંસા ખાધા બાદ કેટલાક ગ્રાહકોને ઝાડાં ઉલટીની તકલીફ જોવા મળી હતી જેથી ગ્રાહકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેને પગલે AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ચકાસણી કરતા કિચનમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. જેને કારણે આખરે હોટલને સીલ કરી દેવામાં આવી છે.






