મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ અગ્નિકાંડ બાદ AMC તંત્ર ભીંસમાં આવ્યું, પબ્લિક ગેધરીંગના સ્થળ માટે SOP બનાવાશે

રાજકોટ ખાતે અગ્નિકાંડની ઘટના બાદ મ્યુનિસિપલિપલ કોર્પોરેશનના અધિકારીઓ ભીંસમાં આવતા અમદાવાદમાં પબ્લિક ગેધરીંગના સ્થળ

રાજકોટ અગ્નિકાંડ બાદ AMC તંત્ર ભીંસમાં આવ્યું, પબ્લિક ગેધરીંગના સ્થળ માટે SOP બનાવાશે

રાજકોટ ખાતે અગ્નિકાંડની ઘટના બાદ મ્યુનિસિપલિપલ કોર્પોરેશનના અધિકારીઓ ભીંસમાં આવતા અમદાવાદમાં પબ્લિક ગેધરીંગના સ્થળ આઈડેન્ટીફાય કરીને આવા વિસ્તારો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર બનાવી તેનો અમલ કરવા મ્યુનિસિપલિપલ કમિશનરે આદેશ કર્યો છે.

વોર્ડ ઈન્સપેકટરનો મ્યુનિસિપલિપલ તંત્ર દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો

શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા 41 જેટલા ગેમ ઝોનની તપાસ મ્યુનિસિપલિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા કરવામાં આવી હતી. તપાસ સમયે બિલ્ડિંગ યુઝ પરમિશન વગરના બિલ્ડિંગમાં ધમધમી રહેલા ગેમ ઝોન માટે જે તે વોર્ડ ઈન્સપેકટરનો મ્યુનિસિપલિપલ તંત્ર દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો છે. તપાસમાં સાત ગેમ ઝોન પાસે ફાયર એન.ઓ.સી. હોવા છતાં સ્મોક વેન્ટિલેશન ઉપરાંત એકઝિટ એન્ટ્રી સહિતની અન્ય ત્રુટીઓ જોવા મળતા બીજી સુચના ના મળે ત્યાં સુધી મ્યુનિસિપલ ટીમ દ્વારા બંધ કરાવી દેવામા આવ્યા છે.

મ્યુનિસિપલ કમિશનરે અધિકારી સાથે બેઠક કરી

મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને અમદાવાદના વિવિધ વિસ્તારમાં ચાલતા ગેમ ઝોનને લઈ તમામ વિભાગના અધિકારીઓ સાથે એક તાકીદની બેઠક કરી હતી. શહેરના તમામ સાત ઝોનમાં જ્યાં લોકોની ભીડ વધુ સંખ્યામાં જોવા મળતી હોય તેવા વિસ્તારોનો સર્વે કરી એક એસ.ઓ.પી.બનાવી તેનો તાત્કાલિક અમલ કરાવવા આદેશ કર્યો હતો. બિલ્ડિંગ યુઝ પરમિશન વગરના બિલ્ડિંગમાં ગેમ ઝોન ચાલતા હોવાની બાબત બહાર આવવા અંગે પણ તેમણે એસ્ટેટ વિભાગના અધિકારીઓની ઉગ્ર શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ તપાસ કરવામાં આવી

ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સફાળા જાગેલા મ્યુનિસિપલિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારમાં ચાલતા ગેમ ઝોનની તપાસ કરવામાં આવી હતી.જે દરમિયાન કેટલાક ગેમ ઝોન એવા હતા કે જેમની પાસે ફાયર એન.ઓ.સી.હોવા છતાં અનિયમિતતા જોવા મળી હતી.સાત જેટલા ગેમ ઝોનને તાત્કાલિક બંધ કરાવાયા હતા. બંધ કરાવવામા આવેલા ગેમ ઝોનમાં મુકવામા આવેલી રાઈડસમાં આર.સી.સી. ફાઉન્ડેશન નહિં હોવાનુ પણ અમુક સ્થળે ધ્યાનમાં આવ્યુ હતુ.આ ઉપરાંત સીવીલ ફાઉન્ડેશન સ્ટ્રેન્થ સર્ટિફિકેટ મેળવવામા આવ્યુ નહીં હોવાની બાબત પણ ધ્યાનમા આવી હતી.

ગોતા-સાઉથ બોપલના સૌથી મોટા ગેમ ઝોન કોઈપણ પ્રકારની મંજૂરી વિના શરુ કરાયા 

અમદાવાદ મ્યુનિસિપલની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાલતા ગેમ ઝોનની તપાસ કરી હતી. ગોતા ન્યુ સાયન્સ સીટી રોડ ઉપર આવેલા ફનગ્રીટો ઉપરાંત સાઉથ બોપલમાં આવેલ જોયબોકસ નામના ગેમ ઝોન જે સૌથી મોટા ગેમ ઝોન છે. જે કોઈપણ જાતની મંજૂરી લીધા સિવાય ચાલુ કરી દેવામા આવ્યા હતા. ગોતામાં આવેલ ફનગ્રીટો ગેમ ઝોન બિલ્ડિંગ યુઝ પરમિશન વગર અને પ્લાન પાસ કરાવવામાં આવ્યા નહિ હોવા છતાં ચાલુ કરી દેવામા આવ્યું હતું. વોર્ડ ઈન્સપેકટર તેમજ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર આ બાબત જાણતા હોવા છતાં પણ તેને સીલ કરવાની કાર્યવાહી કરવામા આવી નહોતી.

 સફાળા જાગેલા દક્ષિણ-પશ્ચિમઝોન એસ્ટેટ વિભાગે નોટિસ આપી

સાઉથ બોપલમાં જોય બોકસ ગેમ ઝોન બનાવી દેવામા આવ્યું હતું. આ ગેમ ઝોનના કોઈ ડોકયુમેન્ટ મ્યુનિસિપલિપલ કોર્પોરેશનમાં જમા કરાવવામા આવ્યા છે કે કેમ? એ અંગે એસ્ટેટ વિભાગ જ અંધારામા હતો. તાજેતરમાં પેનલ્ટી લઈ પ્લાન પાસ કરાવવામા આવ્યા હોવાનુ જાણવા મળે છે. બિલ્ડિંગ યુઝ પરમિશન માટે પણ હાલમાં અરજી ઈન્વર્ડ કરાવવામા આવી છે.

વર્ષ-2023ના નવેમ્બરમાં ફનગ્રીટો ગેમ ઝોન બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. ગેમ ઝોનના માલિક દ્વારા ડિસેમ્બર-2023માં ગેમ ઝોન ચાલુ પણ કરી દેવાયો હતો.આમ છતાં વોર્ડ ઈન્સપેકટર હીરેનભાઈ તથા ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર હેમાબહેન શાકયે તાત્કાલિક બિલ્ડિંગને સીલ કરવા કોઈ કાર્યવાહી કરી નહોતી. સાઉથ બોપલમાં જોય બોક્સ એક વર્ષથી બિલ્ડિંગ યુઝ પરમિશન લીધા વગર ગેમ ઝોન તથા ફુડ ઝોન ઉભુ કરી દેવામા આવ્યુ હતુ. હવે સફાળા જાગેલા દક્ષિણ-પશ્ચિમઝોન એસ્ટેટ વિભાગે નોટિસ આપી ડોકયુમેન્ટ મંગાવ્યા છે.

ઘાટલોડીયામાં બાળકો માટેના હેપી અવર્સ ગેમ ઝોનમાં ફાયર એન.ઓ.સી.જ નહિં

ઘાટલોડીયા વિસ્તારમાં જોય એન્ડ જોય ગેમ ઝોન બિલ્ડિંગ યુઝ પરમિશન વગર ધમધમતુ હોવાથી તેમજ બાળકો માટેના હેપી અવર્સ નામના ગેમ ઝોન પાસે ફાયર એન.ઓ.સી.નહિં હોવાનુ તપાસમાં બહાર આવતા આ બંને ગેમ ઝોન તાત્કાલિક ધોરણે બંધ કરાવી વીજ કનેકશન કાપી નાંખવામા આવ્યુ છે. અમદાવાદના 48 વોર્ડમાં  મ્યુનિસિપલિપલ કોર્પોરેશન સંચાલિત 85 અર્બન હેલ્થ સેન્ટર તથા દસ જેટલા કોમ્યુનિસિપલી હેલ્થ સેન્ટર આવેલા છે.આ તમામમાં  ફાયર સેફટી સાધનો યોગ્ય રીતે કામ કરતા નહિં હોવા ઉપરાંત ફાયર એન.ઓ.સી.નહિં હોવાનો મ્યુનિસિપલ વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો છે.

ઓછી ઉંચાઈ ધરાવતા બિલ્ડિંગ માટે ફાયર NOC લેવાની હોતી નથી

મ્યુનિસિપલના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન સોલંકીએ કહ્યુ, તમામ અર્બન અને કોમ્યુનિસિપલી હેલ્થ સેન્ટર નવ મીટર કે તેથી ઓછી ઉંચાઈના છે.રાજ્ય સરકારના પરિપત્ર મુજબ, નવ મીટર કે તેથી ઓછી ઉંચાઈ ધરાવતા બિલ્ડિંગ માટે ફાયર એન.ઓ.સી.લેવાની હોતી નથી. માત્ર ફાયર એકસ્ટિંગ્યુશર સહિતના સાધન મૂકી સેલ્ફ ડેકલેરેશન આપવાનુ્ હોય છે. ફરજ ઉપરના સ્ટાફને ફાયર સેફટીની તાલિમ આપવાની હોય છે. 

કયા ગેમ ઝોન સીલ તથા બંધ કરાવાયા

નામ                    કાર્યવાહી

જોય એન્ડ જોય,ઘાટલોડીયા     સીલ

હેપી અવર્સ,ઘાટલોડીયા         સીલ

સ્પોર્ટસ, સિંધુભવન રોડ        બંધ

કોલર્સ, આંબલી રોડ            બંધ

હેપીઓન, સિંધુભવન રોડ       બંધ

ફન બ્લાસ્ટ, સિંધુભવન રોડ     બંધ

સ્પાર્ક, ચાંદલોડીયા              બંધ

ફનઝોન,ટી.આર.પી.મોલ        બંધ

હેપીઓન પાર્ટી પ્લે,સિંધુભવન   બંધ

વિન્ટેઝ વાઈલ્ડ,આંબલી-બોપલ  બંધ

બાઉન્સ ગેમ ઝોન               આંબલી

નાના ગેમ ઝોનનો સર્વે કરી રીપોર્ટ આપવા આદેશ

અમદાવાદના વિવિધ વિસ્તારમા ચાલતા ગેમ ઝોનમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલની ટીમ દ્વારા બે દિવસ તપાસ કરવામા આવી હતી. મ્યુનિસિપલિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં મંગળવારે કમિશનરે શહેરના ૪૮ વોર્ડમાં જયાં પણ નાના ગેમ ઝોન ચાલતા હોય તેવા ગેમ ઝોનનો સર્વે કરી બે દિવસમાં રીપોર્ટ સબમીટ કરવા અધિકારીઓને આદેશ આપ્યો હતો.

આ સમાચાર શેર કરો