મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવસારીના ચીખલીમાં સોલર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખુલ્લો મુકાયો, મુખ્યમંત્રીએ પટેલે કહ્યું-દેશમાં ઉર્જા ક્ષેત્રે ગુજરાત આગળ

દેશમાં સૌર ઉર્જા એ વિશ્વ માટે આશીર્વાદરૂપ સમાન ભેટ છે. દિન પ્રતિદિન સોલર પેનલ સહિત સોલર સેલની વધતી ડિમ

નવસારીના ચીખલીમાં સોલર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખુલ્લો મુકાયો, મુખ્યમંત્રીએ પટેલે કહ્યું-દેશમાં ઉર્જા ક્ષેત્રે ગુજરાત આગળ

દેશમાં સૌર ઉર્જા એ વિશ્વ માટે આશીર્વાદરૂપ સમાન ભેટ છે. દિન પ્રતિદિન સોલર પેનલ સહિત સોલર સેલની વધતી ડિમાન્ડ વાતાવરણમાં કાર્બનનું ઉત્સર્જન ઘટાડવામાં મદદરૂપ કરે છે. નવસારી જિલ્લાના ચીખલી ખાતે આવેલી વારી સોલાર કંપનીમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 5.4 ગીગા વોટ ધરાવતો સોલર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખુલ્લો મુક્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી પણ હાજર રહ્યા હતા. જેમણે વિશ્વમાં ભારત સોલાર સહિતની શુદ્ધ એનર્જીમાં ત્રીજા ક્રમે આવી ગયો છે.

5.4 GW ક્ષમતાનો પ્લાન્ટ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નવસારી જિલ્લાના દેગામ ખાતે આવેલી વારી કંપનીના ૪.૫ ગીગાવોટ સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ યુનિટના ઉદ્ઘાટન વેળાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વન અર્થ, વન સન વન ગ્રીડનો મંત્ર આપ્યો છે. તેમના વિઝનને સાકાર કરતો આ પ્રોજેક્ટ છે. વારી એનર્જી દ્વારા ભારતના સૌથી મોટા ૫.૪ ગીગા વોટની ક્ષમતાના સોલર સેલ મેન્યુફેક્ચરીંગ યુનિટનું ઉદધાટન થયું છે. નવસારી જિલ્લામાં ૧૫૦ એકરમાં ફેલાયેલો આ સોલર સેલ પ્લાન્ટ નવીનીકરણીય ઊર્જા માં ઐતિહાસિક સીમાચિહ્નરૂપ બનશે. જે ભારતની નવીનીકરણીય ઊર્જા યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

રિન્યુએબલ એનર્જી હબ

ભારત રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રિન્યુએબલ એનર્જી હબ બનવા જઇ રહ્યું છે. જે વિશ્વનું આપણા રાષ્ટ્ર પ્રત્યેની વિશ્વસનિયતા દર્શાવે છે. આ તકનો લાભ લઇ ભારતના યુવા એન્જીનિયરોએ વિકસિત ભારત,આત્મનિર્ભર ભારતની નેમ રાખશે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.આગામી ૨૦૩૦ના વર્ષ સુધીમાં મોડયુઅલ મેન્યુફેકચરિંગ ૧૨૫ ગીગાવોટને પાર કરી જશે એમ કહી પોલિસિલિકોનથી લઇને સોલાર પેનલ સુધીની દરેક વસ્તુ ભારતમાં જ ઉત્પાદન થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે એમ ઉમેર્યુ હતું.

મોડ્યુલનું ઉત્પાદન

સીએમડી હિતેશ દોશીએ કહ્યું કે, વારી સોલર ભારતની અગ્રણી સોલર કંપની છે. કંપની ગુજરાતમાં 12 GW અને નોઇડામાં 1.3 GW મળીને કુલ 13.3 GW સૌર મોડ્યુલ ક્ષમતા ધરાવે છે. કંપની અમેરિકાના ટેક્સાસમાં પણ 1.6 GW સોલર મોડ્યુલ ઉત્પાદન કરે છે. જેને વધારીને 3.2 GW કરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો