મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દાંતાના પૂર્વ ધારાસભ્યના સોલાર પ્લાન્ટને લઇને ખેડૂતો લડી લેવાના મૂડમાં, મહિલાઓએ છાજીયા લીધા

બનાસકાંઠાના દાંતા તાલુકાના દલપુરા ગામે 17 એકર જમીનમાં સોલાર પ્લાન્ટ સ્થાપવાને લઇન

VIDEO: દાંતાના પૂર્વ ધારાસભ્યના સોલાર પ્લાન્ટને લઇને ખેડૂતો લડી લેવાના મૂડમાં, મહિલાઓએ છાજીયા લીધા

બનાસકાંઠાના દાંતા તાલુકાના દલપુરા ગામે 17 એકર જમીનમાં સોલાર પ્લાન્ટ સ્થાપવાને લઇને 400 કરતા વધુ ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યાં છે. દલપુરા ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને દાંતા પ્રાંત અધિકારી અને દાંતા પોલીસ મથકે આવેદનપત્ર આપ્યું હતું. દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ ઉપર આક્ષેપ મુકી ખેડૂતોએ પાંચ દિવસમાં નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.

  સોલાર પ્લાન્ટનો ખેડૂતોનો વિરોધ

દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ આદિવાસીઓની જમીન પચાવી પાડી સોલાર પ્લાન્ટ નાખતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દાંતાના દલપુરા ગામના સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો હતો કે, આદિવાસીઓની જમીન ખાતેદાર હોવા છતા સોલાર પ્લાન્ટ  નાખવામાં આવે છે. આદિવાસી લોકોને અન્યાય થઇ રહ્યો છે અને આદિવાસીઓનો અધિકાર પુરે પુરો મળવો જોઇએ. આદિવાસીની જમીન બીજા કોઇ શાહુકારના ખાતે ચઢતી નથી તો આ લોકો કેવી રીતે પ્લાન બનાવી રહ્યાં છે. આ પ્લાન બંધ થવો જોઇએ. આદિવાસીઓને અન્યાય થઇ રહ્યો છે તેમને ન્યાય મળવો જોઇએ.

આ સમાચાર શેર કરો