વડોદરા/ 8 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો, SOGની ટીમે ત્રણને વોન્ટેડ જાહેર કર્યા
ગુજરાત હવે ડ્રગ માફિયાઓની નજરે ચડી ગયું છે. ગઈ કાલે આંદમાન નિકોબારમાં 6 હજાર કિલોથી વધુનું રૂપિયા 25 હજાર કરો

ગુજરાત હવે ડ્રગ માફિયાઓની નજરે ચડી ગયું છે. ગઈ કાલે આંદમાન નિકોબારમાં 6 હજાર કિલોથી વધુનું રૂપિયા 25 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. અમદાવાદમાં તેમજ અંકલેશ્વરમાં પણ ડ્રગ્સ સાથે આરોપીઓની ધરપકડ કરાઈ છે. ત્યારે આજે વડોદરા શહેરમાં 7.75 લાખ રૂપિયાની કિંમતના ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો છે. માંજલપુર વિસ્તારમાંથી SOGની ટીમે બાતમીના આધારે મધ્યપ્રદેશી આવેલા આરોપીની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. જણાવી દઈએ કે, ગઈ અમદાવાદમાંથી પણ ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ફરી ઝડપાયું ડ્રગ્સ, 4.69 લાખના ડ્રગ્સ સાથે એકની ઘરપકડ
વડોદરાનાં માંજલપુર સિતાબાગ મેદાનમાંથી પોણા આઠ લાખ રૂપિયા ડ્રગ્સ સાથે કેરિયર ઝડપાયો છે. મધ્યપ્રદેશનો શબ્બીર લિયાકત હુસેન મન્સૂરી વડોદરામાં ડ્રગ્સની ખેપ મારવા આવ્યો હતો. માંજલપુર વિસ્તારમાં રિક્ષામાં બેસીને ડ્રગ્સ પહોંચાડવા જતો હતો ત્યારે SOGની ટીમે તેને ઝડપી લીધો છે. પોલીસે ડ્રગ્સ લેવા આવનારા સહિત ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે. આ અંગે માજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
થોડા દિવસ પહેલા જ અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે-48 પર ઉછાલી ગામ નજીક બી ડિવિઝન પોલીસે રૂપિયા 7 લાખથી વધુની કિંમતના MD ડ્રગ્સના જથ્થા સાથે ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામના ત્રણ ઈસમોની ધરપકડ કરી હતી. આ મામલામાં પોલીસે રૂપિયા 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કારમાં ડ્રગ્સની હેરાફેરી કરતા ઝડપાયા શખ્સો
અંકલેશ્વરના વિવિધ ઔદ્યોગિક એકમોમાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ હવે કારમાં ડ્રગ્સની હેરાફેરી કરાતી હોવાનું બહાર આવ્યું છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના સૂત્રોને મળેલી માહિતીના આધારે તેઓએ નેશનલ હાઇવે-48 પર ઉછાલી ગામ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન ઇકો કાર આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી રૂપિયા 7 લાખની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.






