મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં ફરી ઝડપાયું ડ્રગ્સ, 4.69 લાખના ડ્રગ્સ સાથે એકની ઘરપકડ

અમદાવાદ શહેરમાંથી અવાર નવાર ડ્રગ્સ પકડાતું રહે છે એવામાં કેમિકલયુક્ત ડ્ર

અમદાવાદમાં ફરી ઝડપાયું ડ્રગ્સ, 4.69 લાખના ડ્રગ્સ સાથે એકની ઘરપકડ

અમદાવાદ શહેરમાંથી અવાર નવાર ડ્રગ્સ પકડાતું રહે છે એવામાં કેમિકલયુક્ત ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો છે. ઝોન-7 લોકલ ક્રાઈમ બ્રાન્ચ(LCB)ને બાતમી મળી હતી કે રાજસ્થાનનો એક શખ્સ ડ્રગ્સ લઈને અમદાવાદમાં આવ્યો છે. જે માહિતીના આધારે વાસણા વિસ્તારમાંથી રાજસ્થાનના ઝાલોર ખાતે રહેતા નરેશ બિશનોઈ નામના 24 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની તપાસ કરતાં તેની પાસેથી 4.69 લાખથી વધુની કિંમતનો 46.940 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો. આ મામલે આરોપી સામે વાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી.

આ પણ વાંચો : શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ સંસદમાં હંગામો, જુઓ સરકારને કઈ વાતનો છે ડર

પ્રારંભિક તજવીજમાં સામે આવ્યું કે આરોપી બનાસકાંઠાના થરાદમાં તેની સામે દારૂના બે ગુના નોંધાયેલા, જેમાં તે ફરાર હતો. ઝડપાયેલા આરોપીને ડ્રગ્સ આપનાર રમેશ જાટ નામના શખ્સનું નામ તપાસમાં ખુલ્યું છે તેવામાં તે અમદાવાદમાં કોને આ ડ્રગ્સ આપવા માટે આવ્યો હતો અને અગાઉ આપી ચૂક્યો છે કે કેમ તે તમામ દિશામાં તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો