મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરની 13 હોટલો અને ગેસ્ટ હાઉસમાં SOGના દરોડા, જુઓ શું મળી આવ્યું

રાજ્યના સુરેન્દ્રનગરમાં હોટલો, ધાબા, અને ગેસ્ટ હાઉસમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુનાખો

સુરેન્દ્રનગરની 13 હોટલો અને ગેસ્ટ હાઉસમાં SOGના દરોડા, જુઓ શું મળી આવ્યું

રાજ્યના સુરેન્દ્રનગરમાં હોટલો, ધાબા, અને ગેસ્ટ હાઉસમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુનાખોરીને ડામવા માટે આ તપાસ હાથ ધરવામાં આવી હતી.

 સુરેન્દ્રનગરની 13 હોટલો અને ગેસ્ટ હાઉસ માલિકો સામે ફરિયાદ નોંધવામાં આવી

 સુરેન્દ્રનગર SOG પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં હોટલો, ધાબાઓ અને ગેસ્ટ હાઉસમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.  આ સર્ચ ઓપરેશન દરમ્યાન સુરેન્દ્રનગરની 13 હોટલો અને ગેસ્ટ હાઉસ માલિકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો:ગુજરાત: ભાજપે વોર્ડ પ્રમુખની ચુંટણીની તૈયારીઓ કરી શરૂ, બે દિવસ ઉમેદવારી પત્રક સ્વીકારવામાં આવશે

કેટલીક હોટલો સામે ગુનો દાખલ કરવામાં આવ્યા

સીસીટીવી કેમેરાઓ, પ્રતીક સોફ્ટવેર તેમજ ગેસ્ટ હાઉસ અને હોટલોમાં આવતા લોકોના આઇડી કાર્ડ તેમજ નિયમોમાં ગેરરીતિ આચરવા મુદ્દે 13 હોટલો ગેસ્ટહાઉસ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો બીજી તરફ કેટલીક હોટલો સામે ગુનો દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે બાલાજી હોટલ, મુરલીધર હોટલ, વિરાટ હોટલ, હોટલ સૂર્યા, તુલસી ગેસ્ટ હાઉસ, આરામ ગેસ્ટ હાઉસ અને હરશિવ હોટલ સામે ગુનો દાખલ કર્યો છે..

આ સમાચાર શેર કરો