મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત: ભાજપે વોર્ડ પ્રમુખની ચુંટણીની તૈયારીઓ કરી શરૂ, બે દિવસ ઉમેદવારી પત્રક સ્વીકારવામાં આવશે

ગુજરાતમાં BJP દ્વારા વોર્ડ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયાને લઈને ખાસ અહેવાલ સામે આવ્યા છે. રાજ્યમાં બીજેપી દ

ગુજરાત: ભાજપે વોર્ડ પ્રમુખની ચુંટણીની તૈયારીઓ કરી શરૂ, બે દિવસ ઉમેદવારી પત્રક સ્વીકારવામાં આવશે

ગુજરાતમાં BJP દ્વારા વોર્ડ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયાને લઈને ખાસ અહેવાલ સામે આવ્યા છે. રાજ્યમાં બીજેપી દ્વારા વોર્ડ પ્રમુખની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યના તમામ મહાનગરોમાં વોર્ડ અધ્યક્ષ બનવા માટે શનિવારે અને રવિવારે ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવશે. બીજેપી દ્વારા વોર્ડ અધ્યક્ષ પસંદગી માટે યોગ્યતા પણ નક્કી કરવામાં આવી છે. કેટલાક નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે.

 2 ટર્મ રહેલા વોર્ડ પ્રમુખને કોઈ તક મળશે નહીં

મળતા અહેવાલ પ્રમાણે સતત 2 ટર્મ રહેલા વોર્ડ પ્રમુખને કોઈ તક મળશે નહીં. વોર્ડ અધ્યક્ષ બનવા માટેની મહત્તમ ઉંમર 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. તો બીજી તરફ ખાસ કિસ્સામાં ઉંમરમાં છૂટ-છાટ અપાઈ છે, (45 વર્ષ સુધીની વયમર્યદા) રાખવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતના 50% સ્ટોર ફાર્માસિસ્ટ વગર ધમધમી રહ્યાં છે?, પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓ પધરાવવાનો ધંધો પૂરબહારમાં

ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભામાં વોર્ડ પ્રમુખ માટે પ્રક્રિયા શરૂ

વોર્ડ પ્રમુખ બનવા માટે જેની પણ પસંદગી કરવામાં આવશે, તેમણે વોર્ડની ટીમ, મહાનગરની ટીમ, સેલ, મોરચા અને પ્રકલ્પમાં પક્ષ માટે ફરજીયાત રીતે કાર્ય કરલું હોવું જરૂરી છે. રાજ્યના ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભામાં વોર્ડ પ્રમુખ માટે શનિવાર અને રવિવારે ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવશે.

આ સમાચાર શેર કરો