મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં વરસાદ વરસતા જ સરિસૃપો આવ્યા બહાર, પાનના ગલ્લાની સાથે ગરબા ડોમના પાર્કિંગમાં સાપ નીકળ્યા

સુરતમાં આસો માસમાં અષાઢી માહોલ સર્જાયો છે. ગતરોજ વરસાદ વરસ્યો હતો. બે ઈંચ જેટલા વરસાદને પગલે જમીનમાં દર કરી

સુરતમાં વરસાદ વરસતા જ સરિસૃપો આવ્યા બહાર, પાનના ગલ્લાની સાથે ગરબા ડોમના પાર્કિંગમાં સાપ નીકળ્યા

સુરતમાં આસો માસમાં અષાઢી માહોલ સર્જાયો છે. ગતરોજ વરસાદ વરસ્યો હતો. બે ઈંચ જેટલા વરસાદને પગલે જમીનમાં દર કરીને વસવાટ કરતાં સરિસૃપો બહાર આવતાં દેખાય હતાં. ઉમરાગામના ઈચ્છાનાથ અને પાલના ગરબા ડોમના પાર્કિંગમાંથી સાપ દેખાયા હતાં. જેથી ફાયરબ્રિગેડ દ્વારા સાપના સલામત રીતે રેસ્ક્યું કરાયા હતાં.

વેફર્સ મૂકવાના સ્ટેન્ડમાં સાપ

સુરતમાં સાપ નીકળવાનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. ઉમરા ગામના ઈચ્છાનાથ પાસે આવેલ પાનના ગલ્લામાંથી સાપ નીકળ્યો હતો. વેફરના પેકેટ મુકવાના સ્ટેન્ડમાંથી સાપ નીકળ્યો હતો. સાપ નીકળતા દુકાનદારે ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવીને સાપનું સહી સલામત રેસ્ક્યું કર્યું હતું. 

ગરબા ડોમના પાર્કિંગમાં સાપ

પાલ વિસ્તારમાં ચાલતી યશ્વી નવરાત્રિના પાર્કિંગમાંથી સાપ દેખાયો હતો. જેથી તેનું રેસ્ક્યું કરાયું હતું. મહત્વપૂર્ણ છે કે, ચાર દિવસમાં અહિં બીજો સાપ નીકળ્યો હતો. અગાઉ બેઠક વ્યવસ્થામાંથી પણ સાપ દેખાયો હતો. જેથી ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યું કરીને સલામત સ્થળે છોડવામાં આવ્યો હતો. 

આ સમાચાર શેર કરો