Ahmedabad news: SMCએ દાણીલીમડામાં દરોડા પાડી કેમિકલ ચોરીના રેકેટને ઝડપ્યું, 6 આરોપીઓ ઝડપાયા
અમદાવાદના દાણીલીમડામાં SMC(સ્ટેટ મોનિટરિંગ સેલ)એ કોઝી હોટલ પાછળના એક ખુલ્લા પ્લોટમાં

અમદાવાદના દાણીલીમડામાં SMC(સ્ટેટ મોનિટરિંગ સેલ)એ કોઝી હોટલ પાછળના એક ખુલ્લા પ્લોટમાં રેડ પાડીને ચાલતા કેમિકલ ચોરીના રેકેટને ઝડપી પાડ્યું છે. આ ગેંગ જીઆઈડીસીમાંથી કેમિકલ ભરીને નીકળતા ટેન્કરોના ડ્રાઈવરોને લાલચ આપતી હતી. અને મિલીભગતથી રસ્તામાં કેમિકલની ચોરી કરતી હતી.
કુલ 98.21 લાખનો મુદ્દામાલ જપ્ત
SMCની ટીમે બાતમીને આધારે કરેલી કાર્યવાહીમાં અંદાજે 53,020 કિલોગ્રામ કેમિકલ મળી આવ્યું છે, જેની બજાર કિંમત 61.69 લાખ જેટલી છે. દરોડા દરમિયાન સ્થળ પરથી 6 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં સોહેબ શેખ, ઇશાકખાન પઠાણ અને અન્ય શ્રમિકોનો સમાવેશ થાય છે. પોલીસે કેમિકલ ઉપરાંત 36,800ની રોકડ, 7 મોબાઈલ ફોન અને ચોરીમાં વપરાતા 4 મોટા વાહનો સહિત કુલ 98.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.






