મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં 3 દિવસ બાદ ધીમીધીરે મેઘરાજાની એન્ટ્રી, સિઝનનો 45.6 ઇંચ સાથે 78% પડયો વરસાદ

સુરતમાં ત્રણ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો. બાદમા આજે છુટા-છવાયા વરસાદી ઝાપટા જ પડી રહ્યા હ

સુરતમાં 3 દિવસ બાદ ધીમીધીરે મેઘરાજાની એન્ટ્રી, સિઝનનો 45.6 ઇંચ સાથે 78% પડયો વરસાદ

સુરતમાં ત્રણ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો. બાદમા આજે છુટા-છવાયા વરસાદી ઝાપટા જ પડી રહ્યા હતા. વહેલી સવારથી ફરી એક વખત મેઘરાજાની સવારી કાળા ડીબાંગ વાદળો સાથે સુરત શહેર આવી પહોંચી છે. વહેલી સવારથી જ સુરત શહેરના તમામ ઝોન વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

એક ઇંચ જેટલો હળવો વરસાદ

વરસાદી માહોલ હોવાથી સ્કૂલ-કોલેજ તેમજ નોકરી- ધંધે જતા લોકોને રેઇનકોટ અને છત્રી સાથે જવાની ફરજ પડી હતી. જ્યારે કેટલાક વિસ્તારમાં રસ્તા પર પાણી પણ ફરી વળ્યા હતા. સુરત સિટીમાં  પડ્યો છે. સુરત જિલ્લાની વાત કરીએ તો સવારે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા, માંડવી, કામરેજ, ચોરાસી, પલસાણા, બારડોલી અને મહુવામાં પણ વરસાદ નોંધાયો હતો.

સરેરાશ 45.6 ઇંચ વરસાદ

ગત અઠવાડિયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રવિવારે શરૂ થયેલો વરસાદ એકધારો બુધવાર સુધી વરસ્યા બાદ અટકયો હતો. ત્યારબાદ આજદીન સુધી સુરત શહેર અને જિલ્લામાં હળવો વરસાદ નોંધાયો હતો. સુરત શહેર અને જિલ્લાનૌ મોસમનો કુલ 1140 મિ.મિ અને સરેરાશ 45.6 ઇંચ સાથે 78 ટકા વરસાદ નોંધાયો છે.

આ સમાચાર શેર કરો