VIDEO: કેન્દ્રીય ગૃહમંત્રીની રેલીમાં લાગ્યા ‘જય શ્રીરામ’ના નારા, હજારોની સંખ્યામાં લોકો જોડાયા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ફરી ચૂંટણી લડી ર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ફરી ચૂંટણી લડી રહ્યા છે. આજથી તેમણે ગુજરાતમાંથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. ભાજપે વિજય શંખનાદ રોડ શોનું આયોજન કર્યુ હતું. રેલીની શરૂઆત સાણંદથી થઈ હતી. આ રેલી દરમ્યાન ભારે જનમેદની ઉમટી પડી હતી. કાર્યકર્તાઓ પણ ઉત્સાહમાં આવ્યા હતા. અમિત શાહે રેલીમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
ફૂલોથી શણગારેલા ટ્રકનાં અમિત શાહ સવાર થઈ રેલીમાં જોડાયા હતા. ચૂંટણી પ્રચારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ સાણંદ પહોંચ્યા હતા. અમિત શાહની રેલીમાં જય શ્રી રામના નારા પણ લાગ્યા.
સાણંદ રોડ શો રૂટ:
સાણંદના ઘોડા ગાડી રિક્ષા સ્ટેન્ડ (APMC સર્કલ)
સાણંદ તાલુકા પંચાયત કચેરી
ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા
સાણંદ બસ સ્ટેન્ડ
સાણંદ-નળ સરોવર ચોકડી- સમાપન
કલોલ રોડ શો રૂટ:
જે.પી. ગેટ (કલોલ શહેર)
ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા
ભવાની નગર ચાલી
ખુની બંગલા તળાવ રોડ
ટાવર ચોક- સમાપન
સાબરમતી રોડ શો રૂટ:
સરદાર પટેલ ચોક
વિજય રામી સર્કલ
શ્રી વિનું માંકડ મ્યુનિસિપલ સ્વિમિંગ પુલ
શ્રી રામેશ્વર મહાદેવ મંદિર
શાંતારામ કોમ્યુનિટી હોલ
ચાંદલોડિયા રોડ- સમાપન
ઘાટલોડિયા રોડ શો રૂટ:
ચાંદલોડિયા રોડ
ઉમિયા હોલ જંકશન
અમૂલ ઔડા ગાર્ડન ચોક
ગૌરવ પથ
પ્રભાત ચોક
વીર મહારાણા પ્રતાપની પ્રતિમા
રન્નાપાર્ક
નિર્ણયનગર સમાપન
નારણપુરા રોડ શો રૂટ:
રન્ના પાર્ક
ચાય વાલે
પટેલ ડેરી
એ. ઇ. સી. બ્રિજ
સહજાનંદ એવન્યુ
સોલાર ફ્લેટ
જયદીપ હોસ્પિટલ
લોયલા સ્કુલ
ક્રિષ્ના ડેરી- સમાપન
વેજલપુર રોડ શો રૂટ:
જીવરાજ પાર્ક
તુલસી વન કો. ઓપ. હાઉસિંગ સોસાયટી
વેજલપુર લાયબ્રેરી અને જીમનેશિયમ
કોર્પોરેશન વોર્ડ ઓફિસ પાસે, વેજલપુર – સમાપન અને જાહેરસભા








