સુરત સિવિલની જૂની બિલ્ડીંગ જર્જરીત વોર્ડમાં સ્લેબના પોપડા પડયા, દર્દી-સબંધીઓ બચ્યા માંડ માંડ
સુરત નવી સિવિલમાં જૂની બિલ્ડીંગ જર્જરીત થઈ ગઈ છે. જેથી તંત્ર દ્વારા જુની બિલ્ડીંગને તોડીને નવી બિલ્ડીંગ

સુરત નવી સિવિલમાં જૂની બિલ્ડીંગ જર્જરીત થઈ ગઈ છે. જેથી તંત્ર દ્વારા જુની બિલ્ડીંગને તોડીને નવી બિલ્ડીંગ બનાવવાનું નક્કી કર્યું છે. તેવા સમયે જૂની બિલ્ડીંગમાં વોર્ડની અંદર સ્લેબનો પોપડા પડતા ત્યાં હાજર દર્દી, તેમના સંબંધી અને સ્ટાફમાં ગભરાઇ જઇને નાસભાગ થઇ હતી.
જીવનું ઉભું થયું છે જોખમ
નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગમાં બીજા માળે જી-ટુ- વોર્ડમાં સર્જરી વિભાગના દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવે છે. જોકે આજે ગુરુવારે અચાનક આ વોર્ડમાં સ્લેબના પોપડા તુટીને નીચે પડયા હતા. જેના લીધે વોર્ડમાં સારવાર લેતા દર્દી, તેમના સંબંધી કે પરિવારના સભ્યો અને ડોકટર સહિતના સ્ટાફ ગભરાઇ ગયા હતા. જોકે સદ્દનસીબે ત્યાંથી કોઇ પસાર થતુ નહી હોવાથી ઇજા નહી થતા બચી ગયા હતા.
પોપડા પડવાનું યથાવત
સિવિલમાં જૂની બિલ્ડીંગમાં જર્જરીત થઇ ગઇ હોવાથી અમુક વોર્ડ, પેસેજ સહિતના ભાગના છતના કેટલાક ભાગમાં પોપડા પડે કે અમુક ભાગ બેસી જાવાની સકયતા છે. જોકે સિવિલમાં જુની બિલ્ડીંગમાં વોર્ડ સહિતનના કેટલાક જગ્યાએ પાપડા પડવાનું યથાવત રહેવા પામ્યુ છે. જોકે સિવિલના અધિકારીઓ દ્વારા જર્જરિત થઇ ગયેલા જૂની બિલ્ડીંગમાંથી હાલમાં કેટલાક વોર્ડ અને અમુક ઓપીડી ખાલી કરાવતા નથી, કે કોઈ દુર્ઘટનાની રાહ જોતા હોય એવુ ચર્ચાઇ રહ્યુ છે. સિવિલના અધિકારીએ કહ્યુ કે, વોર્ડમાં નાના પોપડા પડયા હતા, દર્દી કે કોઇને ઇજા થઇ નથી, જોકે આ અંગે પી.આઇ.યુ વિભાગને આ વોર્ડમાં જરૃરી કામગીરી કરવાનું શરૃ કર્યુ છે.






